ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

કૉર્નેવાલ ટેરેસ અપાર્ટમેન્ટમાં ઘર ખરીદવા માટે ભારતમાંથી ભાગેલા વિજય માલ્યાને UBSએ અંદાજીત 185 કરોડ રૂપિયાની લોન આપી હતી. માલ્યા અને સ્વિસ બેંક UBSની વચ્ચે લોનને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે નિવાડો આવ્યો છે. લંડન હાઈકોર્ટે એપ્રિલ 2020 સુધી સમય આપ્યો છે.

આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિન્સની જીત બાદ નીતા અંબાણી ટ્રોફી સાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા, ગણેજીના ચરણોમાં અર્પણ કરી ટ્રોફી

ભારતીય બેંકને 9 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કરીને ભાગી જનારો વિજય માલ્યાએ લંડનના મધ્યમાં કૉર્નવાલ ટેરેસમાં એપાર્ટમેન્ટ લેવા માટે UBS પાસેથી 2.04 કરોડ પાઉન્ડ એટલે અંદાજીત 185 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોનની ચૂકવણી ન થવાના કારણે બેન્ક લંડન હાઈકોર્ટના દરવાજે પહોંચી હતી. અને આ ઘરનો કબજો આપવાની માગણી કરી હતી. પરંતુ કોર્ટની બહાર બંને પક્ષોએ સમાધાન કરી લેતા કોર્ટે મામલાની સુનાવણી સ્થગિત કરી દીધી હતી.

 

READ  લંડન કોર્ટના જજે પૂછ્યુ: શું નિરવ મોદીને વિજય માલ્યાની સાથે 1 જ બેરેકમાં રાખશો? ભારતે શું આપ્યો જવાબ વાંચો આ ખબર

જો વિજય માલ્યા લોન ચૂકવણી ન કરી હોત તો બેંક શું કરવાની હતી

સ્વિસ બેંકે માલ્યાને ચૂકવણી કરવા માટે 30 એપ્રિલ 2020 સુધીનો સમય આપ્યો છે. સોમવારે બે જજની પીઠે કહ્યું કે જો માલ્યા સમયસર લોનના નાણા પરત ન ચૂકવે તો તેના લંડનવાળા ઘરને કબજામાં કરી શકે છે. તો બીજી તરફ માલ્યાની વિરુદ્ધમાં મની લોન્ડ્રિંગનો પણ કેસ ચાલી રહ્યો છે. ત્યારે ભાગેડું માલ્યા હાલ તો લંડનમાં રહે છે.

READ  વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન
Oops, something went wrong.
FB Comments