જાણો હાર્દિક પટેલની અરજીને લઈને હાઈકોર્ટમાં ગુજરાત સરકારે શું કહ્યું?

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પોતાનું રાજકીય કરિયર તો સેટ કરવા માગે છે તો પોતાની ઉપર લાગેલા આરોપોથી પણ છૂટકારો ઈચ્છી રહ્યાં છે. આથી જ તેમણે પોતાની પર લાગેલા ઓરોપો રદ કરવા માગે હાઈકોર્ટ સમક્ષ માગણી કરી છે. 

હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે તેમની ઉપર લાગેલા આરોપોને રદ કરી દેવામાં આવે. વિસનગરની સેશન કોર્ટે હાર્દિકને દોષી ઠેરવ્યો છે. હાર્દિક પટેલને લાગી રહ્યું કે સરકાર તેમને આ વિવિધ કેસના બહાને હેરાન કરી શકે છે.

બુધવારના રોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજીનો સરકારે કોર્ટમાં વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે હાર્દિકને લોકોને હિંસા માટે પ્રેરે છે. રાજ્ય સરકારે 24 જેટલી એફઆઈઆર પણ પુરાવારુપે કોર્ટમાં લઈને આવી હતી. તેમાં સરકારે હાર્દિક ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે હાર્દિક ભૂતકાળમાં પણ હિંસા માટે લોકોને પ્રેરી ચૂક્યો છે. સરકારે કોર્ટમાં વિવિધ નેતાઓ પર હાર્દિકના નિવેદનના આધારે એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો  કે હાર્દિકને મહિલાઓ પ્રત્યે ઓછું માન છે.

 

કોર્ટમાં હાર્દિકના વકીલે કહ્યું કે હાર્દિક પોતે વિસનગરના ધારાસભ્યની ઓફિસની તોડફોડ વખતે સ્થળ પર હાજર હતો તેવું સાબિત થઈ ચૂક્યુ નથી. તે ટોળામાં હતો ખરો પણ હિંસા સમયે તે હાજર હતો નહીં.

Surat Fire Tragedy : Hardik Patel threatens fast if Surat mayor doesn't resign - Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

વડાપ્રધાન મોદીએ ‘મિશન શક્તિ’ના સંબોધનમાં આચાર-સંહિતાનો ભંગ કર્યો કે નહીં તેની તપાસ થશે

Read Next

વડાપ્રધાન મોદી મેરઠથી સભા ગજવશે, 2 દિવસમાં કરશે દેશમાં 6 રેલીઓ

WhatsApp chat