જાણો હાર્દિક પટેલે કરેલી અરજીને ગુજરાત હાઈકોર્ટમાંથી શું જવાબ મળ્યો?

હાર્દિક પટેલની વિરુદ્ધ વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડને લઈને સજાનો હુકમ કરાયો છે. હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આ સજાનો હુકમ મોકુફ રાખવા માટે અરજી કરી હતી.

હાર્દિક પટેલને પોતાનું રાજકીય કરિયર તો બનાવવું છે પણ તેને પોતાની પર ચાલતા કેસોને અને સજાઓને પોતાના કરિયરમાં વચ્ચે આવવા દેવા નથી. આથી ગુજરાત હાઈકોર્ટમાં વિસનગરની કોર્ટે સંભળાવેલી સજાનો હુકમ મોકૂફ રાખવા માટે હાર્દિકે અરજી કરી હતી. આ કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા પડી છે. માની લો કે હાર્દિક ચૂંટણી લડી પણ લે અને જીતી પણ જાય પણ પછી તેને લોકસભામાં આ કેસના કારણે કોંગી ધારાસભ્ય બારડની જેમ સસ્પેન્ડ થવાનો વારો આવી શકે છે કે અન્ય ગૂંચવણમાં ફસાવું પડી શકે તેમ છે.

 

READ  શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો

હાર્દિક અવરોધ વિના ચૂંટણી લડી શકે તે માટે તેણે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આર.પી.ઢોલરીયાએ હાર્દિકની આ અરજી પર નોટ બીફોર મી નો હુકમ કર્યો છે. આથી હવે અન્ય જજ 15 માર્ચે આ અરજી પર સુનાવણી કરશે. આમ હાર્દિકનું કોકડું આ કાયદાકીય બાબતોમાં ફસાયું છે.

Oops, something went wrong.
FB Comments