અખાત્રીજના દિવસે જાણો કયો સંયોગ સર્જાવવાનો છે અને તમારા જીવન પર તેની શું અસર પડી શકે છે, સાથે આ કામ કરવાનું ચૂકતા નહીં

અખાત્રીજએ બીજા શુભ પ્રસંગો અને લગ્ન માટે પણ સારો દિવસ માનવામાં આવે છે, માન્યતા છે કે આ દિવસે કરેલુ સ્નાન, દાન, તપ, જપ અને હવન વગેરેનું અભક્ષય ફળ મળે છે

અખાત્રીજનો આજે પર્વ છે. અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. આ દિવસે તમે કોઇ પણ મુહૂર્ત જોયા વગર શુભકાર્ય કરી શકો છો. જેમની રાશિમાં આ દિવસોમાં કોઈ મુહૂર્ત ના હોય તે લોકો અક્ષય તૃતીયાએ લગ્ન કરી શકે છે. બીજા શુભ પ્રસંગો અને લગ્ન માટે પણ આ દિવસ સારો છે. માન્યતા છે કે આ દિવસે કરેલુ સ્નાન, દાન, તપ, જપ અને હવન વગેરેનું અભક્ષય ફળ મળે છે.

 

READ  WELCOME 2019: ન્યૂઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન અને ફ્રાન્સમાં આવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી , જુઓ VIDEO

16 વર્ષ બાદ આજે સ્વંયસિદ્ધ મુહૂર્ત છે. એટલે ચાર મોટા ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં આવવાના છે. જે એક શુભ સંયોગ છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ મળીને ખરીદી અને માંગલિક કાર્યોના શુભ યોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે આ દિવસ બધા જ કામો માટેનું શુભ મુહૂર્ત છે. સ્નાન અને દાનની પણ પાવન તિથિ આજે છે. આ તિથિ સવારે 3.17થી શરૂ થઈને આખો દિવસ રહેશે. રોહિણી નક્ષત્રમાં સાંજે 4.26 સુધીને વૃષભનો ચંદ્રમા પણ રહેશે. હિન્દુ પંચાગ મુજબ 16 વર્ષે અક્ષય તૃતીયાએ ચાર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો. આ પહેલા 2003માં આવો યોગ બન્યો હતો.

READ  સુરતમાં ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ હતી તો પણ પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂક્યું

ઘર આંગણે રમતા બાળક પર ચડી ગઈ કાર, બાળકનો થયો ચમત્કારિક બચાવ

FB Comments