‘કોંગ્રેસનો ઝંડો ભૂતકાળ બની જશે’, જાણો CM યોગીએ ગુજરાત આવીને અન્ય ક્યાં મુદ્દા પર વાત કરી?

આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અમદાવાદ ખાતે જનસભા કરવા આવ્યા હતા. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ બહારના કોઈ મોટા નેતા તરીકે પહેલી સભા  યોગી આદિત્યનાથે કરી છે. 

યોગી આદિત્યનાથે સભાને સંબોધન કરીને કાશી નગરીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી કાશીની સુરત જ બદલાઈ જવા પામી છે અને તેેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. તેમણે અમિત શાહની કારકિર્દી વિશેની માહિતી આપતા લોકોને ક્હ્યું કે અમિત શાહ એક સામાન્ય કાર્યકરમાંથી ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે. આ વાતને લઈને તેેમણે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીમાં આવી રીતે એક સામાન્ય કાર્યકરની પ્રગતિ શક્ય નથી.

 

READ  નવરાત્રિ માટે ખેલૈયાઓમાં દેશભક્તિની થીમ પર ટેટુનો ક્રેઝ, જુઓ VIDEO

તેમણે અમિત શાહની ઉમેદવારીને ગૌરવપૂર્ણ ગણાવી હતી. વધુમાં તેમણે વંશવાદની રાજનીતીને દેશને નુકસાન કરનારી રાજનીતિ ગણાવી હતી. ગરીબીને લઈને યોગીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું કે તેમની આટલી લાંબી સરકારમાં ગરીબી કેમ ન હટી?  વડા પ્રધાન મોદીની જનધન યોજનાનો ઉલ્લેખ પણ યોગી આદિત્યનાથે કર્યો હતો અને અન્ય સરકારની યોજનાની સિદ્ધીઓ યોગી આદિત્યનાથે મંચ પરથી ગણાવી હતી.

યોગી આદિત્યનાથે સરદાર પટેલને સન્માન આપવાની બાબતને લઈને પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી. આ બાબતે વડા પ્રધાને મોદીનું ઉદાહરણ ટાંકીને ભાજપે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદારને સન્માન આપ્યું તેમ પણ કહ્યું હતું.  કોંગ્રેસની સરકારને આતંકવાદની સામે ઝૂકી જનારી સરકાર યોગીએ ગણાવી હતી અને 2004થી 2014 સુધીના કોંગ્રેસના કાળમાં થયેલાં આતંકવાદી હુમલાઓ વિશે પણ યોગી આદિત્યનાથે સભામાં વાત ઉચ્ચારી હતી.

READ  જીજાજીએ ફરી કરી ભૂલ! હવે એવું રોબર્ટ વાડ્રાએ શું કરી દીધુ કે દુનિયા પડી ગઈ તેમની પાછળ, તમે દેખશો તો હસી પડશો

ભાજપે કેવી રીતે આતંકવાદની વિરુદ્ધમાં જંગ છેડી તેને લઈને યોગીએ સર્જિકલ સ્ટ્રાઈકનું ઉદાહરણ આપ્યું હતું.  રાહુલ ગાંધીના મંદિરોની યાત્રાને લઈને યોગી આદિત્યનાથે સવાલ ઉઠાવતા પુછ્યું કે કેમ ચૂંટણીના સમયે જ રાહુલ ગાંધીને મંદિર યાદ આવે છે?. તેમણે એક એવી વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે નમાજ પઢતા હોય તેવી રીતે બેઠા હતા.

કોંગ્રેસને જુઠ્ઠી ગણાવીને યોગી આદિત્યનાથે પ્રહાર કર્યા કે કોંગ્રેસને ખોટું બોલવાની એવી આદત પડી છે કે જો તે ખોટું ના બોલે તો તેને ઊંઘ પણ ન આવે. સામ પિત્રોડા પર પણ યોગી આદિત્યનાથે પ્રહાર કરીને કહ્યું કે સામ પિત્રોડા દેશ માટે ‘શેમ’ બન્યા છે.  2019ની ચૂંટણીને યોગી આદિત્યનાથે ભારતની ચૂંટણી ગણાવી હતી અને કોઈ જાતિવાદ વિના ભાજપે વિકાસની યોજનાઓ મુકી છે તેવું પણ તેમણે કહ્યું હતું.

READ  કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, અમેઠીમાં હાર મુદ્દે શું બોલ્યા રાહુલ ગાંધી જાણો

ભાજપ જાતિવાદની ઉપર જઈને તમામ લોકો માટે વિચારી રહી છે.  છેલ્લે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનો ઝંડો માત્ર ભૂતકાળ બનીને રહી જશે અને તે કોઈ મ્યૂઝિયમમાં પણ જોવા નહીં મળે.

 

Oops, something went wrong.
FB Comments