સારા અલી ખાનના પર્સમાં રહે છે એક એવી વસ્તુ જે દેશની 99% છોકરીઓના પર્સમાં નથી હોતી, પણ હોવી જોઈએ. જુઓ VIDEO

સારા અલી ખાન હવે માત્ર એક સ્ટાર કિડ તરીકે નહીં પરંતુ બૉલિવૂડ એક્ટ્રેસ તરીકે ઓળખ મેળવી ચૂકી છે. કેદારનાથ અને સિમ્બા ફિલ્મમાં સારાના અભિનયના વખાણ થઈ રહ્યાં છે. બૉલિવૂડમાં એન્ટ્રી કરતાં જ જ સારાએ પોતાના સારા અભિનયનો પુરાવો આપી દીધો છે. સાથે જ અવારનવાર સારાની બૉડી લેંગ્વેજ, ઈન્ટરવ્યૂઝ અને નિવેદનો એ સાબિતી આપે છે કે તે ભલે તેનું જીવન એક સેલિબ્રિટીને છાજે તેવું ગ્લેમરસ છે પણ દિલથી તે એક સામાન્ય છોકરી જેવી જ છે. 

આજો, તમને જણાવીએ કે સારા અલી ખાનના પર્સમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? એકાદ વસ્તુ તો એવી છે જે ભાગ્યે જ સામાન્ય યુવતીઓના પર્સમાંથી મળી આવે.

સારા અલી ખાનના પર્સમાં રહેલી વસ્તુઓ વિશે જાણશો તો થશે આ કોઈ પર્સ છે કે પૅન્ડોરા બોક્સ?

તો ચાલો, કરીએ શરૂ, જાણીએ કે નવાબ સૈફ અલી ખાનની દીકરીના પર્સમાં શું શું છે! 

 • પર્સમાં એક  નહીં, પણ 2 પર્ફ્યુમ્સ રાખે છે સારા.
 • ચ્યૂઈંગમ- જ્યારે ભૂખ લાગે ત્યારે ચ્યૂઈંગમ ચાવવાનું પસંદ છે સારાને.
 • સૂકોમેવો- અખરોટ અને બદામ. જ્યારે સારાને બહુ ભૂખ લાગે અને ચ્યૂઈંગમથી પણ કામ ન બને તો તે આ સૂકો મેવો ખાઈ લે છે. 
 • ઈયરફોન્સ અને એરપોડ્સ
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
 • નોટબૂક- સારાને લખવાનું પસંદ છે. જ્યારે તેને સમય મળે અને કંઈક લખવાની ઈચ્છા થાય ત્યારે તે આ નોટબૂકમાં લખી દે છે.
 • કૉમ્બ (કાંસકો)
 • ટૅમ્પોન (સેનિટરી નેપકિનનો વિકલ્પ)
 • ઈન્ટરનેટ ડૉન્ગલ- તેનો સૌથી વધુ ઉપયોગ વેનિટી વૅનમાં કરે છે.
 • લૅન્સીસ- સારા અલી ખાનને આંખોના નંબર છે એટલે ચશ્માની જગ્યાએ તે લૅન્સ પહેરે છે. 
 • મોબાઈલ ફોન અને ચાર્જર (સ્વાભાવિક છે, તેના વગર કેવી રીતે ચાલે)
 • લિપ બામ

આ પણ વાંચો: 1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

જુઓ વીડિયો: 

 • રબર બૅન્ડ
 • ઘણી બધી બુટ્ટીઓ (ઈયરિંગ્સ)- સારા એકની એક બુટ્ટી પહેરીને જલ્દી કંટાળી જાય છે. એટલે તેને ગમતી ઘણી બુટ્ટીઓ તે પર્સમાં સાથે જ રાખે છે અને જ્યારે મન થાય ત્યારે બદલી નાખે છે. એદ દિવસમાં અપાતા મીડિયા ઈન્ટરવ્યૂમાં પણ તે બુટ્ટીઓ બદલી નાખે છે.
 • ટાઈડ પેન- બહાર હોય અને ગમે ત્યારે તેના કપડા પર કોઈ ડાઘ પડી જાય તો આ ટાઈડ પેનની મદદથી તરત તે ડાઘ દૂર કરી દે છે.

તમે ગણ્યું કે સારાના પર્સમાં કુલ કેટલી વસ્તુ છે? ગણો અને જુઓ કે તમારા પર્સમાં કેટલી વસ્તુઓ સામાન્ય રીતે રહેતી હોય છે.

સાથે જ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં સારાએ કહ્યું કે તે મોંઘા પર્સ નથી ખરીદતી. અને જો તેને મોકો મળે અને કોઈ એક વ્યક્તિનું પર્સ ચોરવાનું કહેવામાં આવે તો તે એરપોર્ટ પર ફરતી એ છોકરીઓના પર્સ ચોરી લે જે મોંઘા મોંઘા પર્સ હાથમાં રાખીને ફરતી હોય છે.

સાથે જ જ્યારે સારાને એવો સવાલ કરાયો કે તેના પર્સમાં જો 3 વ્યક્તિઓને લઈ જવાના હોય તો તે કોને લઈ જશે. તેના જવાબમાં સારાએ કહ્યું કે હું મારા પર્સમાં મારા પિતા, મારી માતા અને મારા ભાઈને લઈ જઈશ.

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Mosquito breeding in govt hospitals posing threat to the lives of people| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

વાહ સુરત વાહ ! સુરતમાં ‘ખાસ’ કારણસર રાતના 12ની જગ્યાએ દિવસના 12 વાગ્યે જામ્યો ન્યૂ યર ઉજવણીનો માહોલ, જુઓ Video

Read Next

2019ને એન્જૉય કરવા માંગતા હોવ, તો આજે જ પતાવી લો આ પાંચ કામ, નહિંતર હેરાન થવું પડશે આખું વર્ષ

WhatsApp પર સમાચાર