આત્મનિર્ભર ભારત અભિયાન: કૃષિક્ષેત્ર માટે 1 લાખ કરોડની મદદ સાથે જાણો કઈ કઈ મોટી જાહેરાત સરકારે કરી?

Know which announcement was made by the government today for farmers and cattle rearers in the self-reliant India campaign jano aatmnirbhar bharat abhiyaan antargaryt kyi kyi moti jaherat krvama aavi

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકારે દેશને એક નવી જ ગતિ આપવ માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે.  20 લાખ કરોડના પેકેજની જાહેરાત સતત 2 દિવસથી કરવામાં આવી રહી છે અને આજે ત્રીજા દિવસે પણ અલગ અલગ સેક્ટરમાં કઈ કઈ રાહત આપવામાં આવશે તેની જાણકારી નાણામંત્રી નિર્મલા સિતારમણ આપી હતી.   11 અલગ અલગ જાહેરાત આજે કરવામાં આવશે.  ખેતી, સિંચાઈ, પશુપાલન, મત્સ્યપાલન માટે મોટી જાહેરાત સરકાર કરી છે.  નાણામંત્રીએ માહિતી આપતા કહ્યું કે દેશમાં ખેડૂતો દુષ્કાળ અને અતિવૃષ્ટિમાં પણ સારું કામ કરી રહ્યાં છે.  છેલ્લાં 2 મહિનામાં ખેડૂતો માટે મહત્વના પગલા લેવામાં આવ્યા છે. શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર છે. ટેકાના ભાવે વિવિધ જણસમાં 74,300 કરોડની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી.  લોકડાઉનમાં દૂધની માગમાં 20 ટકા સુધીનો વધારો થયો છે.  પ્રતિ દિવસ 560 લાખ લીટર દૂધનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. દેશમાં નાના અને મધ્યમ ખેડૂતો  છે તે 85 ટકા જમીન ધરાવે છે. પાક વિમા અંતર્ગત ખેડૂતોને દેશમાં ખેડૂતોને 6400 કરોડ રુપિયાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં થયું પ્રથમ મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 2 થયો

કઈ કઈ મોટી જાહેરાત ત્રીજા દિવસે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવી?

  • કૃષિક્ષેત્ર માટે 1 લાખ કરોડ રુપિયાની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં કોલ્ડ સ્ટોરેજ જેવી ખેતીને લગતી પાયાની સુવિધાઓ પર જોર આપવામાં આવશે.
  • માઈક્રો ફૂડ યુનિટ માટે 10 હજાર કરોડ રુપિયાની મદદ કરાશે. જેના લીધે તેઓ ગ્લોબલ કક્ષાની પ્રોડક્ટનું ઉત્પાદન કરી શકશે. 2 લાખ માઈક્રો ફૂડ યુનિટને આ કદમથી લાભ થશે.

  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 20 હજાર કરોડ રુપિયાની જાહેરાત જેમાં ફિશિંગ પાર્લર, કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટિંગમાં મદદ મળી શકશે.  મત્સ્ય પાલન માટે 11 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.  માછીમારોને નવી બોટ પણ આપવામાં આવશે.  55 લાખ લોકોને આ મહત્વના નિર્ણયથી મળશે અને નિકાસથી વધીને 1 લાખ કરોડ રુપિયા થઈ જશે.
  • ડેરી સેક્ટર માટે 15 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે.  તમામ પશુઓનું રસીકરણ કરવાની સરકારની યોજના છે.  રસીકરણ ના થાય તેના લીધે દૂધ ઉત્પાદન ઘટે છે.  ગ્રીન ઝોનમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ છે. ડેરી માટે જે પણ રકમ સરકાર આપશે તેમાં 2 ટકા વ્યાજની છૂટ અપાશે.
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 18700 કરોડ રુપિયાની મદદ ખેડૂતોને પહોંચાડવામાં આવી.
READ  VIDEO: પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખનો દારૂ ઝડપાયો, પોલીસે કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

  • કેટલ ફૂડ પ્રોડક્શનની નિકાસ થાય તેના માટે 15000 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ. ચીઝ જેવા ડેરી પ્રોડક્ટના પ્લાન્ટ માટે સરકાર સબસિડી આપશે.
  • હર્બલ છોડનું વાવેતર થાય અને તેમાંથી પ્રોડક્ટ બનાવી શકાય તે માટે 4 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. ગંગા કિનારે હજારો એકરમાં હર્બલ છોડની વાવણી કરવામાં આવશે.
  • મધમાખી ઉછેર માટે સરકારે 500 કરોડ રુપિયાની મદદ કરવાની જાહેરાત કરી. જેનો સીધો જ લાભ 2 લાખ મધમાખી ઉછેર કરતાં લોકોને થશે.
  • ટોપ ટુ ટોટલ નામનો એક પાયલોટ પ્રોજેક્ટ 6 મહિના માટે 500 કરોડના ખર્ચે શરુ કરાશે. જેમાં ખેડૂતો પાસેથી સીધી જ શાકભાજી, ફળો વગેરેને બજાર સુધી લાવવાનો પ્રયત્ન કરાશે.
  • APMC એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને તેના લીધે ખેડૂતો દેશની કોઈપણ બજારમાં જઈને ખેતપેદાશોનું વેચાણ કરી શકશે. આમ ખેડૂતોને યોગ્ય અને સક્ષમ ભાવ મળી શકશે.
READ  વર્ષો પછી પ્રથમવાર દેશમાં 'ચાઈનીઝ દિવાળી'ના બદલે ભારતીય દિવાળી મનાવવામાં આવશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments