જાણો કઈ રાજકીય પાર્ટી પાસે છે સૌથી વધારે બૅંક બેલેન્સ, કઈ પાર્ટી ખર્ચ કરે છે સૌથી વધુ રકમ

બૅંક બેલેન્સના મામલે બહુજન સમાજ પાર્ટી બાકી બધી જ રાજકીય પાર્ટીઓ કરતા આગળ છે. BSPએ ચૂંટણી પંચને આપેલી જાણકારી પ્રમાણે NCRના સરકારી બૅંકોના 8 ખાતામાં તેમના 669 કરોડ રૂપિયા જમા છે.

BSP પાસે 95.54 લાખ રૂપિયા રોકડા છે. ત્યારે તેમની ગઠબંધન અને સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટી આ મામલે બીજા નંબરે છે અને તેની પાસે અલગ અલગ બૅંક ખાતામાં 471 કરોડ રૂપિયા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી પાસે 1 કરોડ રૂપિયા રોકડ ઘટી છે.

 

READ  ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

કોંગ્રેસ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. કોંગ્રેસ પાર્ટી પાસે 196 કરોડ રૂપિયા બૅંક બેલેન્સ છે. ભાજપ આ લિસ્ટમાં TDP પછી પાંચમાં નંબરે છે. ભાજપ પાસે 82 કરોડ રૂપિયા બૅંક બેલેન્સ છે. ભાજપનો દાવો છે કે 2017-18માં કમાયેલા 1027 કરોડમાંથી 758 કરોડ ખર્ચ કરી દીધા છે. જે કોઈ પણ પાર્ટી દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમમાં સૌથી વધારે છે.

READ  લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ફાઈનલ કર્યા 250 નામ, અડવાણીની ટિકીટ કપાય તેવી શકયતા

 

Oops, something went wrong.
FB Comments