ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણીમાં જાણો કોણ છે ભાજપ VS કોંગ્રેસના ઉમેદવાર

વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. આમ તો પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. પરંતુ એનસીપીએ પણ તમામ છ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરાવ્યા છે. આમ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-એનસીપી વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે. કઈ બેઠક પર કોની સાથે કોની ટક્કર થશે તે જોઈએ.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માતમાં 20 મુસાફરના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાધનપુર

રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસના રઘુ દેસાઈ ટકરાશે. અહીંયા એનસીપીના ફરશુભાઈ ગોકલાણી પણ મેદાને છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસે અહીં પોતાના જ પૂર્વ ધારાસભ્યને હરાવવા રઘુ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રધુ દેસાઈ વચ્ચે અહીં સીધી ટક્કર થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: 2 જુલાઈથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પહેલા કામકાજ સમિતિની બેઠક

બાયડ

બાયડ બેઠક પર ભાજપના ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુ પટેલ ટકરાશે. એનસીપીએ બાયડ બેઠક પર દૌલતસિંહ ચૌહાણને ટીકીટ આપી છે. ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયા. ત્યારે કોંગ્રેસે આ બેઠક પર પણ પોતાના પૂર્વ ધારાસભ્યને હરાવવા જશુ પટેલને ટિકિટ આપી છે. એનસીપીના દૌલતસિંહ ચૌહાણ ધવલસિંહ ઝાલાના વિસ્તારના હોવાથી ધવલસિંહ ઝાલાના ક્ષત્રિય મતો કપાય તેવી શક્યતા છે. જેનો ફાયદો કોંગ્રેસના જશુ પટેલને થાય તેમ છે.

READ  ESIC કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 3 કરોડથી વધુ લોકોને મળશે લાભ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમરાઈવાડી

અમરાવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલની સામે કોંગ્રેસના ધરમેન્દ્ર પટેલ ટકરાશે. એનસીપીએ અહીંયા વિજયકુમાર યાદવને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધરમેન્દ્ર પટેલ બંને એક સમયે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ભાજપમાં કામ કરતાં હતા. બંને ઉમેદવારો આનંદીબેન પટેલ સાથે સંકળાયેલા હતા. આનંદીબેન પટેલે રાજીનામું આપતાં ધરમેન્દ્ર પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. એક સમયે ભાજપમાં એક સાથે કામ કરનાર જગદીશ પટેલ અને ધરમેન્દ્ર પટેલ આ બેઠક પર પેટા ચૂંટણીમાં સામ સામે ટકરાશે.

ખેરાલુ

ખેરાલુ બેઠક પર ભાજપે અજમલ ઠાકોરને ટીકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે પણ અહીં ભાજપના ઠાકોર ઉમેદવારની સામે બાબુજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. તો એનસીપીએ પણ આ બેઠક પર પથુજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જો કે ભાજપના અજમલ ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ટક્કર થશે.

READ  સેનામાં મહિલાઓને કાયમી કમીશન, સુપ્રીમ કોર્ટમાં કામ ના આવી કેન્દ્રની દલીલ

થરાદ

થરાદ બેઠક પર ભાજપ માંથી જીવરાજ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જેની સામે કોંગ્રેસ માંથી યુવા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ઉમેદવારી કરી છે. એનસીપી માંથી અહીંયા પૂનમભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી છે. થરાદ બેઠક પર પટેલ-રાજપૂત-રબારી વચ્ચે જંગ ખેલાશે.

લૂણાવાડા

લૂણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસ માંથી ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી કરી છે. એનસીપી માંથી ભરતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે.

FB Comments
About Dipen Padhiyar 13 Articles
Dipen Padhiyar Principal Correspondent TV9 Gujarat Ahmedabad