કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં આખી બાજી પલટી નાખી હતી. જે ભાજપ એકલા હાથે ક્યારેય સરકાર બનાવી જ ના શકે તેવી સ્થિતિમાં ન હતી તેને પણ સરકાર બનાવવાનો મોકો એક રાતમાં મળી ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગર: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, NDRFની 18 ટીમો રાજ્યમાં કાર્યરત કરાવામાં આવી

આ પણ વાંચો  :   મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી અને NCPના નાયબ મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી

એક જ રાતમાં રાજનીતિ બદલાઈ ગયી અને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા. સવારે લોકોને જાગીને ખબર પડી કે ભાજપે અને અજીત પવારના સહયોગથી અમુક એનસીપીના ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી લીધી. આ સરકાર બનાવવું ભાજપ માટે શક્ય નહોતું પણ ધનંજય મુંડેએ આ કામ સરળ કરી બતાવ્યું.

READ  વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાનું નિધન, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન થયું નિધન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુત્રોનું માનીએ તો ધનંજય મુંડએ એનસીપીના ધારાસભ્યોમાં ફૂટ પાડી અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ધારાસભ્યોને રાજી કર્યા. ટૂંકમાં બે ધનંજય મુંડે એ સ્વ. દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા થાય છે. આ બાજુ અજિત પવાર નામ ચર્ચામાં છે તેઓ શરદ પવારના ભત્રીજા છે. આમ ભત્રીજાઓના લીધે એનસીપી, કોંગ્રેસ અને શીવસેનાની સરકાર ના બની શકી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધનંજય મુંડેએ તમામ ધારાસભ્યોને સાથે લીધા અને તેઓ પોતાના ઘરે લઈ ગયા. આ પછી તમામ ધારાસભ્યો રાજ્યપાલના ઘરે વહેલીસવારે ગયા અને ત્યાં જ ભાજપની સાથે સરકાર બની અને ફરીથી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બની શક્યાં. આમ ધનંજય મુંડેએ આખી બાજીને બદલીને રાખી દીધી. શરદ પવારની ધનંજય મુંડે સાથે બેઠક છે અને ફરીથી કોઈ ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ધનંજય મુંડેએ પોતાના રાજનીતિક કરિયરની શરુઆત ભાજપના યુવા મોરચાથી કરી હતી અને તેઓ 2012માં એનસીપી સાથે જોડાઈ ગયા.

READ  સાંસદ હોય તો આવા : નથી કરતા દાદાગીરી કે નથી બતાવતા દબંગાઈ, આ તો ડાન્સિંગ સાંસદ છે, આપ પણ જુઓ વાયરલ થયેલો સાંસદનો વીડિયો

 

Oops, something went wrong.
FB Comments