જાણો કેમ ગુજરાતના CM વિજય રુપાણી છે ભાજપના સંગઠનથી જ નારાજ?

Know why a Gujarat BJP CM is Disappointed with his own party Leaders jano kem cm rupani potana neta j chhe naraj juo video

ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે પેટાચૂંટણીના પરિણામો બાદ  ના મુદ્દો માત્ર રાજકીય વર્તુળોમા જ નહી પરંતુ જનતામા પણ ચર્ચાનો વિષય બન્યો છે જેની નોધ ખુદ મુખ્ય  પ્રધાન  વિજય રૂપાણી એ લીઘી છે. સંગઠનને સક્રિય થવા ટકોર કરી છે. આમ તો સરકારના પ્રજા લક્ષી કામને લોકો સુધી પહોચાડવા અને વિપક્ષની રણનિતિ સામે  વ્યુહરચના ઘડવામા ભાજપમા સંગઠનનો એક મહત્વનો રોલ હોય છે. જો કે છેલ્લા 6 મહિનાથી સંગઠન એકદમ પેસિવ મોડમા છે. જેને લઇને સરકાર ભીસમા આવી જાય છે . સરકારના પ્રજાલક્ષી  નિર્ણયોને ના તો પાયા સ્તર સુધી સંગઠન થકી પહોચડવામા આવી રહ્યા છે ના તો કોંગેેસ દ્વારા કરવામા આવી રહેલા આક્ષેપોનો સંગઠન દ્વારા યોગ્ય જવાબ આપવામા આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Know why a Gujarat BJP CM is Disappointed  with his own party Leaders jano kem cm rupani potana neta j chhe naraj juo video

પ્રદેશ આગેવાનો એક બીજાને ખો આપી રહ્યા છે જેના કારણે ગુજરાતમા સરકારની છબિ ઉપર સવાલ ઉભા થઇ રહ્યા છે. જેની ગંભીર નોધ સીએમ દ્વારા લેવામાં  આવી છે અને  આ અંગે કેન્દ્રીય નેતૃત્વને પણ વાકેફ કરવામા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. છેલ્લા 2 મહિનામા એવા અનેક કિસ્સા બન્યા જેના કારણે સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોય અથવા તો સંગઠન યેનકેન પ્રકારે સરકાર વિરૂધ્ધના આક્ષેપોમાંથી પોતાને છેડો ફાડતા હોય એમ નજરે પડ્યુ છે. ત્યારે નજર કરીએ એવા કેટલાક કિસ્સાઓ પર જેમાં દેખીતી રીતે આ સંગઠનમાં સંકલનનો અભાવ જોવા મળે છે.

READ  વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં 60થી 70% વજન ખાનગી ગાઈડ અને પુસ્તકોના કારણે હોય છે! જાણો સરકારે આ અંગે બનાવ્યો કેવો કડક કાયદો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે વિદ્ર્યાર્થીઓએ સરકાર સામે વિદ્યાર્થીઓ એ મોરચો માંડ્યો હતો. જેમા સંગઠન તરફથી કોઇ નક્કર બચાવ ની કામગીરી કરવામાં આવી ન હતી. સમગ્ર ઘટનાને સરકારના 2 મંત્રીઓ દ્વારા જ હેંડલ કરવામાં આવી.

Know why a Gujarat BJP CM is Disappointed  with his own party Leaders jano kem cm rupani potana neta j chhe naraj juo video

ખેડૂતોમા મુદ્દે કોગ્રેસે આક્રમક વલણ અપનાવ્યુ હતુ ત્યારે પણ સંગઠનના નેતાઓએ સમગ્ર પ્રકરણમા પોતાને બાકાત રાખ્યા હતા. ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ હોય કે ટેકાના ભાવે ખરીદી હોય કે ઓનલાઇન અરજી માટેની વ્યવસ્થા અંગેની જાણકારી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે એમા સંગઠનમા ઉણપ જોવા મળી. APMCથી માંડીને તમામ ખરીદ  વેચાણ સંઘના ભાજપના કાર્યકર્તાથી માડીન પદાધિકારીઓ છે તેમ છતા સરકાર દ્વારા ગોઠવાયેલા સેટઅપમાં થઇ રહેલી ઉણપ અંગે યોગ્ય સમયે ધ્યાન દોરવામા ના આવ્યું. ચેકપોસ્ટ નાબુદી જેવા મહત્વના નિર્ણયનો પણ સંગઠન દ્વારા યોગ્ય રીતે પ્રચાર કરવામા ના આવ્યો.

READ  અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Crop insurance scheme likely to become voluntary for farmers

અશોક ગેહલોતે જયારે ગુજરાતમા દારૂની રેલમછેલ પર આક્ષેપ કર્યા ત્યારે પણ બચાવમાં ખુદ મુખ્ય પ્રધાને ઉતરવુ પડ્યું. સરકાર સામે એક બાદ એક નવા મોરચા ખુલી રહ્યાં છે. એ પછી બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો હોય કો એલઆરડીના ઉમેદવારો  હોય, મહેસુલ વિભાગ કર્મચારીઓ હોય કે પછી ખેડૂતો.

Know why a Gujarat BJP CM is Disappointed  with his own party Leaders jano kem cm rupani potana neta j chhe naraj juo video

સંગઠન એક પણ કિસ્સામા મજબૂત ભૂમિકામા જોવા મળ્યુ નથી અને આ તમામ મુદ્દાઓના કારણે સીએમ સંગઠનથી નારાજ છે. સંગઠનને ત્વરીત સક્રીય થવા ટકોર કરી છે. સીએમ દ્વારા પણ કમલમ ખાતે યોજાયેલી બેઠકમા પોતાના સંબોધન દરમિયાન સંગઠનની વર્તમાન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી તો સીએએના મુદ્દા પર સક્રિય થવાની ટકોર પણ કરવામા આવી હતી.

READ  VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત

Know why a Gujarat BJP CM is Disappointed  with his own party Leaders jano kem cm rupani potana neta j chhe naraj juo video

સીએમએ પોતાની વાત કાર્યકર્તાઓ સમક્ષ મુકતા જણાવ્યુ હતું કે સંગઠને રાજ્ય સરકાર વિરુદ્ધના કેમ્પઈનમાં ત્વરીત સક્રીય થવાની જરૂર છે.  સરકારની પ્રજાલક્ષી યોજનાઓ તાલુકા સુધી પહોંચાડવા પણ ટકોર  કરી હતી. કમોસમી વરસાદે આ વખતે ખેડતો પર પડતા પર પાટુ માર્યા જેવી પરિસ્થિતિ ઉભી કરી છે ત્યારે સરકાર ખેડૂતો માટે જે પણ મહત્વના નિર્ણયો લીઘા છે સાથે જ ખેડૂતોને સહાય માટે જે વ્યવસ્થા કરી છે તેની જાણકારી વિવિધ માઘ્યમો દ્વારા ખેડૂતોને પહોંચાડવા સુચન કર્યુ છે. આમ તો 370 હોય કે  સીએએએ ભાજપની 1925થી વિચારધારા રહી છે પરંતુ જયારે નિર્ણયનો અમલ કરવામા આવ્યો છે ત્યારે સંગઠને ખુલીને સમાજમાં જવા સુચન કર્યુ છે. જો કે  સીએમને પદાધિકારીઓ ને સંબોધન કરતા એમ પણ માન્યું છે ગુજરાત ભાજપ સંગઠનએ દેશભરમા સૌથી સશકત સંગઠન છે ત્યારે સંગઠને હવે સક્રિય થવાની જરૂર છે!

 

Oops, something went wrong.
FB Comments