શું ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધનો ખતરો ઉઠાવી શકે? જાણો ક્યાં દેશ પાસે કેટલાં પરમાણુ હથિયારો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. પાકિસ્તાને પોતાના કમાન્ડો ભારતની બોર્ડર પર તૈનાત કર્યા છે. ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્ર છે. આમ પાકિસ્તાન કે ભારત કોઈપણ દેશ પરમાણુ યુદ્ધ વિશે વિચારી શકે તેમ નથી કારણ કે તેનાથી બંને દેશોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે અને આ ઝઘડામાં અન્ય દેશો પણ ઉતરી શકે તેમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. આ બાજુ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પણ કહ્યું કે ભારત પરમાણુ હથિયારોને લઈને પોતાની નીતિ બદલી શકે છે.

READ  Loc પર પાકિસ્તાનના ફાયરિંગમાં 1 જવાન શહીદ, કાશ્મીરમાં 3 જગ્યાએ અથડામણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારત અને પાકિસ્તાન જો એકબીજા પર હુમલો કરે મોટી તબાહ મચી જાય તેવી શક્યતા છે. રેડિયેશનના લીધે લાખો લોકો મરી જશે અને જો પરમાણુ બોંબની અસર વધારે રહી તો ઈમારતો પણ ધ્વસ્ત થઈ જશે. ભારતની પાસે એવી મિસાઈલ છે 5200 કિમી સુધી જઈ શકે છે અને પરમાણુ હુમલો કરી શકે અને બીજી તરફ પાકિસ્તાનની પાસે 2750 કિમી જઈ શકે છે. આમ ભારતની મિસાઈલ પાકિસ્તાનની સાથે અન્ય દેશો પણ તબાહી મચાવી શકે છે.

READ  Delhi Police issues alert as driver of missing Pathankot taxi found dead - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિશ્વના વિવિધ દેશોમાં પરમાણુ હથિયારની વાત કરીએ તો એક અનુમાન રશિયા પાસે સૌથી વધારે પરમાણુ હથિયારો છે. જેની સંખ્યા આશરે 6500 છે. અમેરિકા પાસે 6185 હથિયાર છે. ત્યારબાદ ફ્રાંસની પાસે 300 હથિયાર તો ચીનની પાસે 290 હથિયાર છે. બ્રિટનની પાસે 215 પરમાણુ હથિયાર તો ઈઝરાયલની પાસે 80 પરમાણુ હથિયાર છે. ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની પાસે વધારે પરમાણુ હથિયાર હોવાનો અંદાજ છે જેની સંખ્યા 140-150 આંકવામાં આવી રહી છે જ્યારે ભારતની પાસે 130-140 પરમાણુ હથિયાર હોવાનો એક અંદાજ છે.

READ  જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન સેવા થઈ શરૂ, જમ્મુમાં 2જી સ્પીડ સાથે ઇન્ટરનેટ પણ શરૂ

 

આમ એક બોંબથી ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે અને વર્ષો  સુધી ખોડખાપણ ધરાવતા બાળકો જન્મે છે. કોઈપણ દેશ પરમાણુ હથિયાર વાપરવાની હિંમત ના કરી શકે.

 

Oops, something went wrong.
FB Comments