જાણો કેમ આ પરિવાર પાસે દરેક ઉમેદવાર ચૂંટણી હોય ત્યારે મત માંગવા જાય છે

જ્યારે પણ અલ્હાબાદમાં ચૂંટણી હોય છે તો દરેક ઉમેદવાર ભરેચા ગામના રામ નરેશ ભારતીયના ઘરે જરૂર આવે છે. તેનું કારણ છે કે રામ નરેશનો પરિવાર અલ્હાબાદ ક્ષેત્રમાં સૌથી મોટો છે.

98 વર્ષના રામ નરેશ ગર્વની સાથે કહે છે કે મારા પરિવારમાં 82 સભ્યો છે. આ વખતે તેમાંથી 66 લોકો મત આપશે. તેમાં પ્રથમ વખત મત આપનારા 8 સભ્ય છે. અમારો પરિવાર બપોરે જમ્યા પછી મત આપવા માટે જાય છે, નજીકની પ્રાથમિક શાળમાં જ મતદાન મથક આવેલું છે.

 

રામ નરેશના પ્રપૌત્ર આ ચૂંટણીમાં પ્રથમ વખત મત આપશે. તેથી તે ખુબ ઉત્સાહીત છે. તેમને કહ્યું કે હું અને મારા પિતરાઈ ભાઈ અમારા પરિવારમાંથી કોલેજ જવાવાળા પહેલા સભ્યો છે. વિપિનના કાકા રામ નરેશના પુત્ર રામ હ્યદયે જણાવ્યું કે પરિવારના 2 સભ્યો મુંબઈની પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે પણ તે મત આપવા માટે આવે છે.

દર વખતે નેતા આ પરિવાર પાસે મત માંગવા આવે છે ત્યારે પરિવારના સભ્યો તેમની સમસ્યાઓ જણાવે છે પણ અત્યાર સુધી કોઈ લાભ થયો નથી. રામ નરેશના ભત્રીજા રામ શંકરે કહ્યું કે અમારે પાકુ મકાન બનાવવું છે પણ હાઈ ટેન્શન તાર વચ્ચે નળે છે. અમે તેને હટાવવા માટેની અરજી આપી છે પણ અત્યાર સુધી કઈ નિરાકરણ આવ્યું નથી. તે છતાં અમે મત આપવાનો નિર્ણય લીધો છે. જેથી નવા જનપ્રતિનિધી સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ.

આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી રાજકીય પાર્ટીઓ માટે 7 સીટો પર હાર-જીત માટે નહી, આ કારણથી પણ છે મહત્વની

આટલા મોટા પરિવારમાં જમવા માટે દરરોજ 15 કિલો ચોખા અને 10 કિલો ઘઉંનો લોટ વપરાય છે. જ્યારે પરિવાર મતદાન કરવા માટે લાઈનમાં ઉભો રહે છે ત્યારે મેળા જેવું લાગે છે. OBC સમુદાયથી આવનારો આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ તેમને વિશ્વાસ છે કે પરિવારના ભણેલા યુવાનોને કોઈ સરકારી નોકરી મળી જાય.

 

Mumbai : Errors in Std. 2nd mathematics book erupts controversy | Tv9GuajratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

દૂષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકર્યો, એક વ્યક્તિનું મોત

Read Next

ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

WhatsApp પર સમાચાર