જાણો સાનિયા મિર્ઝાએ કેમ કહ્યું- હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની માતા નથી

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ટ્વિટર પર સામ-સામે આવી ગયા હતા. સાનિયા મિર્ઝાએ વીણા મલિકને કહ્યું કે હું મારા બાળકનું ધ્યાન કેવી રીતે રાખુ તે તમારી અને બાકી દુનિયાની ચિંતા નથી.

સાનિયા મિર્ઝાની વીણા મલિકે જંક ફૂડવાળી રેસ્ટોરન્ટ આર્ચીમાં તેમના બાળકને લઈ જવાના ટ્વિટની આલોચના કરી હતી. તેની સાથે જ વીણાએ તેમના ટ્વિટમાં કહ્યું કે બાહરના ડિનરની ખેલાડીઓની ફિટનેસ પર ખરાબ અસર પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Video: વડોદરામાં આરોગ્ય વિભાગના સેવઉસળની હોટલો પર દરોડા

વીણા મલિકે ટ્વિટ કર્યુ કે સાનિયા હું તમારા બાળકને લઈને ખુબ ચિંતિત છું. મને ખબર છે કે આર્ચી જંક ફૂડ માટે જાણીતુ છે અને આ ખેલાડીઓ માટે અને બાળકો માટે સારૂ નથી હોતું. શું તમને ખબર નથી કે તમે એક બાળકની માં છો અને એક ખેલાડી પણ છો. વીણા મલિકના આ ટ્વિટથી સાનિયા મિર્ઝા ભડકી ઉઠી હતી.

સાનિયાએ કહ્યું કે હું મારા બાળકનું ધ્યાન કેવી રીતે રાખુ એ બાકી દુનિયા કે વીણા મલિકને ચિંતા કરવાની જરૂર નથી. હું મારા બાળકનું ધ્યાન ઓછું નથી રાખતી. હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની ડાયટિશિયન નથી અને ના તેમની માતા, પ્રિન્સીપાલ કે શિક્ષક.

READ  કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત સામે મેચ હાર્યા પછી પાકિસ્તાની ટીમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ખેલાડી શનિવારની રાતે ઈંગ્લેન્ડમાં ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા, જ્યારે બીજા દિવસે ભારત સાથે મેચ હતી. ટીમે તેમની ફિટનેસની કોઈ ચિંતા કરી નથી.

આ પણ વાંચો: ચીનમાં સતત ભૂકંપના 5 ઝટકા, 6 લોકોના મોત 75 ઈજાગ્રસ્ત

સાનિયા મિર્ઝાના જવાબમાં વીણા મલિકે કહ્યું કે એ જાણીને સારૂ લાગ્યું કે બાળક તમારી સાથે ન હતું. શું મે એવું કહ્યું કે તમે પાકિસ્તાની ટીમના ડાયટીશિયન કે માતા છો? મે કહ્યું કે તમે એક ખેલાડી છો અને તેમને ખબર હોવી જોઈએ કે ફિટનેસ કેટલી મહત્વની છે અને શું તમે એક ક્રિકેટરના પત્ની નથી? તમારે તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ કરવી જોઈએ. સાનિયા અને વીણા મલિકની ટ્વિટ પર થયેલા આ યુધ્ધમાં લોકો પણ સામેલ થયા હતા. પાકિસ્તાનમાં સાનિયા મિર્ઝા ટ્રેન્ડ કરી રહી છે.

READ  સફેદ સોનું ચમક્યું ગાંધીનગર APMCમાં મહત્તમ ભાવ રહ્યા 6280, ગુજરાતના અન્ય પાકોના બધી જ APMCના ભાવ જાણો

 

CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, પાક વિમા મુદ્દે સરકાર કરી શકે જાહેરાત

FB Comments