4 બિમારીનો એક ઈલાજ, નહીં જવું પડે ડૉક્ટરની પાસે, વાળની સમસ્યાથી લઈને હાર્ટ અટેકની બિમારીનો તમારા ઘરમાં જ છે સરળ ઉપાય

ફણગાવેલાં અનાજને ખાવાથી ઘણી બિમારી સામે રક્ષણ મળી શકે છે. ફણગાવેલા અનાજ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. આ ફણગાવેલા અનાજ ખાવાથી જે ફાયદાઓ થાય છે તેને જાણીને તમે ચોંકી જશો.

જે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે કાળજી રાખતા હોય તો તેને ખાસ કરીને કઠોળ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ફણગાવેલાં અનાજ ખાવાથી અનેક બિમારીઓને ઈલાજ થઈ શકે છે. આ અનાજમાં ચણા, મગ, ઘઉં, મઠ, સોયાબીન, મગફળી, મકાઈ, તલ અને અન્ય દાળનો સમાવેશ થાય છે.

 

READ  કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM આવાસે પહોંચ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જુઓ VIDEO

કેવી રીતે તૈયાર કરવું?


ફણગાવેલા અનાજને તૈયાર કરવા માટે પાણીમાં પલાળીને રાખો. જો તમે ઈચ્છો આ બધા અનાજને થોડું પકાવીને અને કાચું પણ ખાઈ શકાય છે.

ફાયદોઓ ક્યા છે?
જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેના માટે આ રામબાણ ઈલાજ છે. મગની દાળ તો ખાસ કરીને વજન ઘટાડવા માટે ઉપયોગી છે. નાસ્તામાં એક વાટકી આ ફણગાવેલા મગ ખાવાથી વજનમાં સારો એવો ઘટાડો થઈ શકે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.

READ  પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ- 5: ખેરાલુમાં ફરી ભાજપની જીત, શું સમસ્યાઓનું આવશે સમાધાન?

ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓને વારંવાર ભૂખ લાગે છે. આ ફણગાવેલાં અનાજ ખાવાથી સુગર લેવલ પણ કંટ્રોલ થઈ શકે છે.

કેંસરની બિમારીથી રક્ષણ
નિયમિત રીતે ફણગાવેલાં અનાજને ખાવાથી કોલન કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને અન્ય ઘણાં પ્રકારના કેન્સરનો ખતરો ટળે છે. આ અનાજમાં એન્ટીઓક્સીડેન્ટસ હોય છે જે ટ્યૂમર જેવી ખતરનાક બિમારીઓની સામે રક્ષણ આપે છે.

READ  ઝડપથી વજન ઘટાડવું છે? ખોરાકમાં લો આ 5 વસ્તુ! જુઓ VIDEO

હદય માટે પણ લાભકારી
ફણગાવેલા અનાજમાં ઓેમેગા 3 ફેટી એેસિડ હોય છે જેના લીધે હાઈબ્લડ પ્રેસર, હાર્ટ અટેકના ખતરાથી રક્ષણ મળે છે. આ અનાજ ચરબીના લેવલને પણ કંટ્રોલ કરે છે.

વાળ માટે ખાસ લાભકારી
વાળની બિમારીઓ જેવી કે વાળનું તૂટવું, ખરી જવું વગેરે સામે ફણગાવેલા અનાજ ખાવાથી છૂટકારો મળે છે કારણ કે વિટામીન સી આ અનાજમાં ભરપૂર હોય છે.

 

Oops, something went wrong.
FB Comments