
સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેક પોલીસની છબીને હાની પહોંચાડવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તે સત્ય છે તેની કોઈ પુષ્ઠી કરી શકતુ નથી. પરંતુ હિંમતનગર શહેર પોલીસે કંઇક આવુ જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે.

હોસ્પિટલના બીછાન પર સારવાર લેતી બાળકીને આ ધરતી પર આવ્યાના માત્ર 7 દિવસ થયા છે. અને તેની યોગ્ય રીતે સારવાર ડૉક્ટરો કરી રહ્યા છે. પરંતુ તેની કાળજી લેવાની જવાબદારી તેના માતા-પિતા નહીં પણ ખાખી વર્દીધારી પોલીસ કર્મી કરી રહ્યા છે. તમને થતું હશે કે, તો શું આ પોલીસ કર્મી તેના પિતા છે. ના….એવુ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હિંમતનગર શહેરના બી ડીવીઝન પોલીસને એક ફરીયાદ આવી કે, એક બાળકને હોસ્પિટલમાં જ જન્મ આપીને તેના માતા અને સાથે આવેલા પિતા ત્યજીને જતા રહ્યા છે. પોલીસ તપાસ માટે ફરીયાદ આગળ સાંભળે એ પહેલા જ પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને વિશેષ પ્રકારની સારવારની જરુર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
પોલીસે ફરીયાદની કાર્યવાહીને બાજુ પર મુકીને પહેલા જ બાળકની ખબર અંતર લેવા માટે હોસ્પિટલ પહોંચી અને તેને તાત્કાલીક સારવાર માટેની તમામ સુવિધાઓ શરુ કરાવી દીધી. પોલીસને ડૉક્ટર તરફથી જાણવા મળ્યું કે બાળકને શ્વાસની તકલીફ છે. બાળકીને શ્વાસનળીની સર્જરી કરવી પડશે અને તે હિંમતનગરમાં શક્ય નથી.

કુદરતે અજાણ્યા બાળકને જીવન જીવવા માટે આપેલી પરીક્ષા પણ પોતાની જ હોવાનુ માનીને સર્જરી કરવાની તમામ જવાબદારી પણ બી ડીવીઝન પોલીસે ઉપાડી લીધી અને બાળકના માતા અને પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી લઇ વાલી તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી દીધી છે.

બાળકને સારવાર આપી રહેલા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, બાળકને તેની માતા અને પિતા ત્યજી ને જતા રહ્યા છે. તેની સ્થિતિ નાજુક હતી. તેને સારવાર આપવામાં આવી છે અને તેને સર્જરીની જરુર છે. તે પણ અમદાવાદ કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી લીધી છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રુપીયા બે લાખના ખર્ચની જવાબદારી પણ પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહીલ અને તેમના સ્ટાફે ઉપાડી લીધી છે. બાળક સ્વસ્થ બને તેની તમામ જવાબદારી હવે પોલીસ પોતે ઉપાડશે. બાળકને આ માટે અમદાવાદ સર્જરી કરવા માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં નિષ્ણાત સર્જન મારફતે ઓપરેશન કરી સ્વસ્થ કરી દેવામાં આવશે.

FB Comments