વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝની સામે અમેરિકા અને કેરેબિયન ધરતી પર યોજાનારી ટી-20 અને વન-ડે સીરીજ માટે આરામ આપવામાં આવશે. આ લિમીટેડ ઓવરોની સીરીઝ 3 ઓગસ્ટથી શરૂ થશે. કોહલી અને બુમરાહ 2 ટેસ્ટ મેચની સીરીઝ માટે પાછા ફરશે જે વલ્ડૅ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે.

ભારતીય ક્રિકેટ ટીમ 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભારતને તે દરમિયાન ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ 2 ટેસ્ટ મેચ પણ રમવાની છે. 2 ટેસ્ટ મેચ એન્ટીગુઆ સ્થિત વિવિયન રિચર્ડસ ગ્રાઉન્ડ(22-26 ઓગસ્ટ) અને જમૈકા સ્થિત સાબિના પાર્ક (30 ઓગસ્ટ-3 સપ્ટેમ્બરે) રમાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો હાર્દિક પંડ્યાની સાથે શું થયુ? લંડનમાં થઈ સફળ સર્જરી

તે પહેલા બંને ટીમો 3 ટી-20 અને 3 વન-ડે મેચ રમશે. મેચની શરૂઆત 3 અને 4 ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં 2 ટી-20 મેચથી થશે. ત્યારબાદ બંને ટીમો ગુયાના જશે, જ્યાં ત્રીજી ટી-20 મેચ રમાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વિરાટ અને જસપ્રીતને નિશ્ચિત રૂપે 3 મેચોની ટી-20 ઈન્ટરનેશનલ અને 3 મેચોની વન-ડે સીરીઝ માટે આરામ આપવામાં આવશે. વિરાટ ઓસ્ટ્રેલિયા સીરીઝ શરૂ થયા પછી રમી રહ્યો છે અને બુમરાહનું મેનેજમેન્ટ સારૂ છે. તે ટેસ્ટ સીરીઝ પહેલા ટીમમાં સામેલ થઈ જશે.

READ  વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિરાટ અને બુમરાહ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ સાથે જોડાશે. વિશ્વ કપના મુશ્કેલ અભિયાન પછી અન્ય ખેલાડીઓને પણ આ સીરીઝ દરમિયાન આરામ આપવામાં આવી શકે છે. ભારત જો ફાઈનલમાં પહોંચશે તો મુખ્ય ખેલાડી 14 જુલાઈ સુધી રમશે, જેનાથી મુખ્ય બેટસમેન અને બોલર્સને આરામ આપવો જરૂરી બનશે.

READ  ક્રિકેટમાંથી નિવૃતી બાદ યુવરાજસિંહનો મોટો ખુલાસો, વિચાર્યુ ન હતું કે ટીમમાંથી ડ્રોપ થઈ જઈશ

આ પણ વાંચો: જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓ કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે

BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને કાર્યક્રમ બનાવ્યો છે, જેથી ટેસ્ટ મેચ હવે ટી-20 અને વન-ડે પછી રમાશે. પ્રથમ ટેસ્ટ 22 ઓગસ્ટે એન્ટીગામાં શરૂ થશે અને વિશ્વ કપ ટીમમાં મુખ્ય ખેલાડીઓ માટે આરામ કરવા માટે ખુબ સમય રહેશે.

 

Oops, something went wrong.
FB Comments