કોણ મારશે બાજી? ભાજપના 6 ઉમેદવાર સોમવારે વિજય મુહુર્તમાં ફોર્મ ભરશે, પાર્ટીના અગ્રણી નેતાઓ હાજર રહેશે

New president of Gujarat BJP likely to be announced after Jan 20 kon banse gujarat bjp na nava pradesh pramukh? 20 January pachi name ni jaherat thay tevi shakyata

6 વિધાન સભાની પેટાચૂંટણીને લઈને આવતીકાલ બપોરે 12 વાગ્યા પછી ભાજપ ઉમેદવારોના નામોની જાહેરાત કરશે, ત્યારે  પ્રદેશ ભાજપ દ્વારા  ઉમેદવારોને નોમીનેશન ફોર્મ ભરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 6 વિધાનસભાની બેઠકો પર જિલ્લા પ્રમુખને કોરા મેન્ડેડ સાંજ સુધીમાં મોકલી દેવાશે. રવિવારે નામ જાહેર થયા બાદ મેન્ડેડમાં નામ લખાશે, ઉમેદવારોને  ફોર્મ ભરવામાં કાયદાકીય ગૂંચ ના પડે એ માટે લીગલ સેલને પણ સૂચના આપવામાં આવી છે.

30 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે પક્ષે તકેદારી ના ભાગ રૂપે કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે આજે દિલ્હી ખાતે મોડી સાંજ ેઅમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ તથા વડાપ્રધાન મોદીની બેઠક થશે, જેમાં ઉમેદવારોના નામને લઈને આખરી મોહર મારવામાં આવશે. જો કે રાધનપુર અને બાયડ બેઠક પર ભાજપના ઉમેદવારોના નામને લીલી ઝંડી મળી ગઈ છે. રાધનપુરથી અલ્પેશ ઠાકોર તથા બાયડથી ધવલસિંહ ઝાલા ભાજપના ચહેરા બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતના નેતાઓની દિલ્લીમાં કૂચ, ગુજરાતના નેતાઓ ભાજપની જીત માટે કરશે દિલ્લીમાં પ્રચાર

ત્યારે બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસનો કાર્યક્રમ પણ તૈયાર થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાધનપુર ઉપસ્થિત રહેશે. જ્યારે બાયડમાં ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજા તથા ગોરધન ઝડફીયા ઉપસ્થિત રહેશે. અન્ય બેઠકોના નામ પર સસ્પેન્સ છે, પરંતુ તમામ બેઠકો પર મંત્રીઓ તથા પ્રદેશ હોદ્દેદારો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહેશે, સાથે જ તમામ બેઠકો પર ઉમેદવારો 12.39ના વિજય મૂર્હુર્તમાં ફોર્મ ભરશે એ પ્રકારનો કાર્યક્રમ હાલમાં નક્કી કરવામાં આવ્યો છે.

READ  Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

બાકીની 4 બેઠકોની વાત કરવામાં આવે તો સસ્પેન્સ યથાવત છે. લુણાવાડા બેઠકની જો વાત કરવામાં આવે તો જે.પી.પટેલનું નામ મોખરે ચાલી રહ્યુ છે. 10 વર્ષથી તે પાર્ટીના પ્રમુખ છે તથા પાર્ટીને વફાદાર હોવાથી તેમની પસંદગી થઈ શકે છે તો આ નામ સાથે મનોજ પટેલ તથા કે.એચ. માલિવાડનું નામ પણ ચર્ચાઇ રહ્યુ છે. મનોજ પટેલે વર્ષ 2017માં રતન સિંહ સામે ભાજપના ઉમેદવાર હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે એ ચૂંટણીમાં મનોજ પટેલની હાર થઇ હતી, રતનસિંહ અપક્ષ તરીકે જીત્યા હતા. ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની સાસંદ બન્યા તો થરાદ બેઠક પર શંકર ચૌધરી તેમજ સાસંદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલમાંથી કોનું નસીબ જોર કરે છે તેની પર સૌની નજર છે. ખેરાલુ બેઠક  પર સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી તથા કનુ ડાભીમાંથી કોઈ એકની પસંદગી થશે એવુ માનવામાં આવી રહ્યુ છે. ત્યારે સૌથી વધુ સસ્પેન્સ અમરાઈવાડી બેઠક માટે છે.

READ  VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બેઠક પર ભાજપે ફરી એક વાર પાટીદારને ઉતારવાનું નક્કી કર્યુ છે જો કે શરૂઆતથી અત્યાર સુઘી આ બેઠક પર 20થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે  AMCના પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન પ્રવિણ પટેલ,  કોર્પોરેટર મહેશ પટેલ તથા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વિશ્વાસુ કહેવાતા રમેશ કાંટાનું નામ ચર્ચામાં છે. ત્યારે આ તમામ બેઠકો પર કોની એન્ટ્રી થશે અને કોની એક્ઝીટ તેની પર સૌની નજર છે.

FB Comments