કુલભૂષણ જાધવ કેસમાં ICJનો ભારતના પક્ષમાં ચુકાદો, ફાંસી પર રોક લગાવી દેવાઈ

કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો નિર્ણય ભારતના પક્ષમાં આવ્યો છે. કોર્ટે કુલભૂષણની ફાંસી પર રોક લગાવી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ ચાલી છે. જે બાદ આજે સાંજે 6-30 કલાકે આઈસીજે કુલભૂષણ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં અંતિમ સુનાવણી ચાલુ વર્ષે 18 થી 21 ફેબ્રુઆરી સુધી ચાલી હતી.

READ  કુલભૂષણ જાધવને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન આપશે કૉન્સ્યુલર અક્સેસ, ભારત આ પ્રસ્તાવ પર કરશે વિચાર

આ પણ વાંચોઃ Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

કુલભૂષણ જાધવ મુદ્દે ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ICJમાં દલીલો કરી હતી. હરીશ સાલ્વે માત્ર એક રૂપિયો ટોકન લઈને કુલભૂષણને મુક્ત કરાવવા કેસ લડી રહ્યાં છે. ભારતે કહ્યું કે કુલભૂષણ જાધવનું ઈરાનથી પાકિસ્તાની એજન્સીઓએ અપહરણ કર્યું. જે બાદ જાસૂસીના ખોટા આરોપ લગાવ્યા અને પાકિસ્તાની સૈન્ય કોર્ટે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર દેશના ખેડૂતોનું દુ:ખ કરશે દૂર,આચારસંહિતા પણ તેમાં આડે ન આવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાને કરેલી કાર્યવાહી વિયેના કરારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ભારતના આગ્રહ પર ICJએ પાકિસ્તાની કોર્ટની સજા અટકાવી. મોટાભાગના કાયદાકીય જાણકારો પહેલાથી જ નિર્ણય ભારતના પક્ષે આવે તેવી શક્યતાઓ માનતા હતા. પાકિસ્તાન તરફથી એટર્ની જનરલ અનવર મંસૂર ખાને દલીલો રજૂ કરી હતી. અને કુલભૂષણ જાધવને રોનો અધિકારી ગણાવ્યો. તેમજ બલુચિસ્તાનમાં હુમલા કરવા માટે ઈરાન થકી ભારતે મોકલ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ગત 3 વર્ષમાં પાકિસ્તાને કુલભૂષણના વીડિયો થકી કેટલાક પુરાવા જાહેર કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments