ડૉ. કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલની ઉડાવી મજાક, ટ્વિટ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ

લોકસભાની ચૂંટણીના મતદાન પછી વિપક્ષો દળોની બેઠક દિલ્હી ખાતે મળી. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યાં જેને લઈને ડૉ. કુમાર વિશ્વાસે એક રમુજભર્યું ટ્વિટ કર્યું છે.

અરવિંદ કેજરીવાલ સાથે ડૉ. કુમાર વિશ્વાસની જૂની તસવીર

લોકસભાની ચૂંટણીના મતદાન પછી દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન કલબ ખાતે વિવિધ વિપક્ષના નેતાઓની એક મિટિંગ મળી તેમા કેજરીવાલ પણ હાજર રહ્યાં હતા. તેમની હાજરીનો એક ફોટો ડૉ. કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેજરીવાલની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો.

વિપક્ષના નેતાઓએ બેઠક કરી અને બાદમાં તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત બાદ એક ફોટો વાયરલ થયો તેમાં કેજરીવાલ વિપક્ષના નેતાઓ મીડિયા સાથે વાત કરી રહ્યાં હતા અને ત્યારે કેજરીવાલ ભીડમાં ઉભા હતા. આ ફોટોને લઈને ડૉ. કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર બે લાઈનની રમુજ ટ્વિટ કરી અને લખ્યું કે ‘તુમ નિકલે થે લેને સ્વરાજ, સૂરજ કી સુર્ખ ગવાહી મેં, પર આજ સ્વયં ટિમટિમા રહે, જુગનુ કી નૌકરશાહી મેં’

READ  સુરતના એક વ્યક્તિએ બનાવી એટલી મોટી પતંગ કે જેને ઉડાવા માટે 1 કે 2 નહિ પણ 10 લોકોની પડશે જરૂર

 

 

વિપક્ષો નેતાઓમાં અશોક ગહલોત, ગુલામ નબી આઝાદ, ડેરેક ઓ બ્રાયન, સતિશ મિશ્રા, ચંદ્રબાબુ નાયડુ, રામગોપાલ યાદવ, સીતારામ યેચુરી વગેરે નેતાઓ હાજર રહ્યાં હતા.

 

News Headlines @ 12 PM : 22-09-2019 | Tv9GujaratiNews

FB Comments