કુંભમાં રામ મંદિર પર મોહન ભાગવતે એવું તો શું કહ્યું કે ભડક્યા સાધુ-સંતો ?

પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદના અંતિમ દિવસે ભારે ડ્રામા જોવા મળ્યો છે. RSS પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યમાં રામ મંદિર અંગે ભાષણ સમાપ્ત થયા બાદ કેટલાક સંતોએ ઊભા થઈને તેમની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે એક કાર સેવાથી કંઈ નહીં થાય તાકાત હોય તો બીજી કાર સેવા કરો.

READ  વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ લેશે નાગપુરથી આવેલા જાદુગરોની મદદ, શું જાદુગરો જીતાડી શકશે 26 માંથી 26 બેઠકો ?

પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાડ્રામા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે પણ ભાગ લીધો હતો. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત ધર્મ સંસદનો અખાડાએ બહિષ્કાર કર્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના વડપણ હેઠળ આગામી 21મી ફેબ્રુઆરીએ ‘ચલો અયોધ્યા’ની વાત કરવામાં આવી છે.

સંઘના વડા મોહન ભાગવતે પણ મંદિરના નિર્માણની માગ કરી છે. તેમણે કહ્યું છે કે વહેલી તકે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણય થવું જોઈએ. મંદિર નિર્માણના મુદ્દે નારાજ સંઘના વડા મોહન ભાગવત સાથે મુખ્ય મંત્રી યોગીઆદિત્યનાથે બે કલાકની મીટિંગ યોજી હતી. જોકે, આ મીટિંગમાં શું ચર્ચા થઈ તેનો ઉલ્લેખ તેમણે કર્યો નહોતો.

READ  BJP-TMC વિવાદ: પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની અંતિમવિધિ રસ્તા પર કરવા જ ભાજપની માગણી

આ પણ વાંચો : નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

આ તરફ વિહિપનો આરોપ છે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના સમર્થનથી સાધુ સંતોઓ જાણી જોઇને પરિસ્થિતિ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં ત્યાની સ્થિતિ બગડવાનો પ્રયત્ન કર્યો છે.

READ  રાજ્યમાં કોંગો ફિવરનો કહેર યથાવત, જુઓ VIDEO

[yop_poll id=”970″]

FB Comments