યૂપીમાં આવી ગયું રામ રાજ્ય ! કુંભ મેળાની જે પરંપરા 550 વર્ષ પહેલા મોઘલ બાદશાહ અકબરે બંધ કરાવી હતી, તે યોગી રાજમાં ફરી શરુ થઈ

પ્રયાગરાજમાં 5 સદી પૂર્વે મોઘલ શાસક અકબર દ્વારા બંધ કરાવવામાં આવેલી પંચકોસી પરિક્રમા ફરી શરુ થઈ ગઈ છે.

ઘણા વર્ષોથી સાધુ-સંતો અને મેળા તંત્રની કોશિશોના પગલે પંચકોસી પરિક્રમાનો ગુરુવારથી આરંભ થયો. સંગમ નોજ પર સાધુ-સંતો અને મેળા તંત્રના અધિકારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કર્યા બાદ પંચકોસી પરિક્રમા શરુ કરી. આ પરિક્રમા પર 550 વર્ષ પહેલા અકબરે પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

પંચકોસી પરિક્રમાનો આરંભ

પંચકોસી પરિક્રમાની શરુઆતથી પહેલા સંગમ પર અખાડા પરિષદ્ મહંત નરેન્દ્ર ગિરિ, જૂના પીઠાધીશ્વર અવધેશાનંદ ગિરિ અને અખડા પરિષદ્ મહામંત્રી હરિગિર સાથે જ બીજા સાધુ-સંતો અને મેળા અધિકારીઓએ સંગમમાં પૂજા-અર્ચના કરી. સંગમમાં પૂજા-અર્ચના બાદ ત્રણ દિવસીય પરિક્રમા શરુ થઈ કે જેમાં વાહનોના કાફલા સાથે સાધુ-સંતો અને મેળા તંત્રના અધિકારીઓ પણ રવાના થયાં.

READ  લોકો ખોવાઈ જાય એ મેળો એટલે 'કુંભમેળો' એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

પંચકોસી પરિક્રમાની પૌરાણિક માન્યતા

પ્રયાગરાજની પૂર્વ દિશામાં દુર્વાસા ઋષિનું આશ્રમ છે અને પશ્ચિમમાં ભારદ્વાજ ઋષિનું આશઅરમ છે. ઉત્તરમાં પાંડેશ્વર મહાદેવ સ્થાપિત છે, તો દક્ષિણમાં પારાશર ઋષિની કુટિયા બનેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર જો પ્રયાગરાજ પહોંચી આ ચારેય સ્થળોના દર્શન કરી લેવામાં આવે, તો પ્રયાગની પરિક્રમા પૂર્ણ ગણવામાં આવે છે અને વ્યક્તિના પૂર્વ જન્માના પાપ ધોવાઈ જાય છે. પ્રયાગરાજની પંચકોસી પરિક્રમામાં આ ચારેય તીર્થ સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે.

અક્ષય વટના દર્શન બાદ થયો શુભારંભ

આ ધાર્મિક પંચકોસી પરિક્રમા ગંગા પૂજનના આરંભ થયા બાદથી જ થતી હોય છે, પરંતુ 550 વર્ષ પહેલા મોઘલ બાદશાહ અકબરે તેને બંધ કરાવી દીધી હતી. ત્યાર બાદથી સાધુ-સંતો આ પરિક્રમા ફરી શરુ કરાવવાની માંગણી કરી રહ્યા હતાં. 550 વર્ષ બાદ હવે આ પરિક્રમા શરુ થઈ છે. તેમાં તમામ 12 માધવ મંદિરોનો પણ સમાવેશ કરાયો છે.

READ  સાવધાન ! ગૂગલ મેપ્સ અને સર્ચ એન્જિનથી કરવામાં આવી રહ્યા છે બેન્ક સ્કેમ !, કેવી રીતે બચશો તમે ?

આવો હોય છે પંચકોસી પરિક્રમા માર્ગ

ત્રણ દિવસીય આ પરિક્રમાના પહેલા દિવસે અક્ષય વટ તથા સરસ્વતી કુંડ બાદ જળ માર્ગ દ્વારા બનખંડી મહાદેવ અને મૌજાગિરિ બાબાના દર્શન કરવામાં આવે છે. મૌજાગિરિ મંદિર ભૃગુ ઋષિનું સ્થાન માનવામાં આવે છે. ત્યાર બાદ સૂર્ય ટંકેશ્વર મહાદેવના દર્શન કરતા ચક્ર માધવ તથા ગદા માધવ થતા પરિક્રમા સોમેશ્વર મહાદેવ મંદિરે પહોંચે છે. ત્યાર બાદ દુર્વાસા ઋષિના આશ્રમના દર્શન કર્યા બાદ શંખ માધવ મંદિર થતા પહેલા દિવસની પરિક્રમા પૂરી થાય છે.

બીજા દિવસે પરિક્રમા કોતવાલ હનુમાનજીના દર્શન કર્યા બાદ દત્તાત્રેય મંદિર, ચેતનપુરી સાથે જ ઉત્તરમાં સ્થિત પાંડેશ્વર મહાદેવ થઈ વાસુકી મંદિર આદિના દર્શન કરતા ભજન-કીર્તન સાથે પૂરી થાય છે.

READ  બીજા તબક્કાના મતદાન પહેલા NDAને ફટકો, ઓમ પ્રકાશ રાજભરે ફાડ્યો છેડો, પૂર્વાંચલની 25 સીટો પર પાર્ટી લડશે ચૂંટણી

પરિક્રમાના ત્રીજા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓની ટોળી સંગમમાંથી ગંગા જળ લઈ પ્રયાગરાજ ખાતેના ભારદ્વાજ ઋષિના આશ્રમમાં જઈ અભિષેક કરે છે. આ સાથે જ ત્રણ દિવસીય પરિક્રમાનું સમાપન થાય છે.

પ્રયાગ કુંભમાં આ વખતે ઘણી બંધ થઈ ચુકેલી પરંપરાઓની શરુઆત થઈ. અકબરના કિલ્લામાં કેદ અક્ષય વટ તથા સરસ્વતી કૂપ જિમનું ધાર્મિક દૃષ્ટિએ મહત્વનું રહ્યું છે, તેને શ્રદ્ધાલુઓ માટે સુગમ બનાવી દેવાયું. આ વખતે શ્રદ્ધાળુ ભગવાન રામ અને કૃષ્ણથી સંબંધિત અક્ષય વટના દર્શન કરી શકી રહ્યા છે. હવે શ્રદ્ધાલુઓ સરસ્વતી કૂપના પણ દર્શનનો લાભ લઈ શકી રહ્યા છે.

[yop_poll id=1206]

1404 વિદ્યાસહાયકોને મળશે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ

FB Comments