કુંભ દરમિયાન સંગમનું પાણી બની જશે અમૃત, તપાસ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ વૈજ્ઞાનિકો

કુંભના આયોજનને સમુદ્ર મંથન અને તેનાથી નિકળેલા અમૃત કલશ સાથે જોડીને જોવામાં આવે છે.

માન્યતા છે કે કુંભ દરમિયાન જળ અમૃત જેવું થઈ જાય છે અને તેનાથી સ્નાન કરનારાઓને ઘણા ફાયદા થાય છે. ધાર્મિક લોકો વચ્ચે એવું પણ માનવામાં આવે છે કે કુંભ દરમિયાન નદીઓની જળ સપાટી વધી જાય છે. આની પાછળ માન્યતા છે કે દેવી-દેવતાઓ, પિતૃઓના જળમાં પ્રવેશ કરવાથી આવું થાય છે.

કુંભ સ્નાનના આ ‘અમૃત’નું સત્ય આ વખતે પ્રયાગરાજમાં વૈજ્ઞાનિકો શોધશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયના સહકારથી વૈજ્ઞાનિકોની ટીમ કુંભના પહેલા અને પછી ચુનંદા કલ્પવાસીઓના આરોગ્ય તથા રોગ પ્રતિરોધક ક્ષમતામાં આવેલા ફેરફારોનો અભ્યાસ કરશે. આ દરમિયાન સંગમના જળની જુદી-જુદી સમયાવધિમાં તપાસ કરવામાં આવશે.

વૈજ્ઞાનિકો વચ્ચે સધાઈ સંમતિ

વારાણસીના પ્રોફેસર એસએન ત્રિપાઠી મેમોરિયલ ફાઉંડેશનના સચિવ તથા વૈજ્ઞાનિક ડૉ. વાચસ્પતિ ત્રિપાઠીએ તેનો પ્રસ્તાવ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયને આપ્યો હતો. તેને લઈને ગત 21 ડિસેમ્બરે દિલ્હીમાં એક બ્રેન સ્ટૉર્મિંગ સેશન પણ યોજાયું હતું. તેમાં બીએચયૂ, એનબીઆરઆઈ, ડીએસટી, પર્યાવરણ મંત્રાલયથી જોડાયેલા અનેક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. ચર્ચા બાદ આ પ્રોજેક્ટને આગળ વધારવા પર સંમતિ સધાઈ છે.

આ પણ વાંચો : કોઈ હીરોના આવા ફૅન્સ જોયા નહીં હોય, કોઈ ઢોલ વગાડે છે, કોઈ રસ્તા પર નાચે છે, ક્યાંક રેલીઓ નિકળી રહી છે, તો ક્યાંક આતશબાજીઓ થઈ રહી છે : આપ પણ જુઓ VIDEOS

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

700થી વધુ જગ્યાઓથી લેવાશે જળના નમૂના

વાચસ્પતિ ત્રિપાઠીએ જણાવ્યું કે પ્રયાગરાજમાં કુંભ દરમિયાન રેંડમ આધાર પર 1080 કલ્પવાસીઓના રક્તના નમૂના લેવામાં આવશે. તેનાથી તેમના શુગર, ઇમ્યુનિટી લેવલ, હિમોગ્લોબિન, થાઇરૉઇડ, વિટામિન, બ્લડ પ્રેશર, ટાઇફૉઇડ સહિત અન્ય પરીક્ષણો કરાશે. આ તપાસ કુંભના પહેલા, કુંભ દરમિયાન અને અંતિમ સ્નાન બાદ કરાશે. તેના આધારે કલ્પવાસીઓની રોગ પ્રતિકારક ક્ષમતા તથા અન્ય ફેરફારોનું આકલન કરાશે. આ સાથે જ લગભગ 700થી વધુ સ્થાનો પરથી સંગમના જળના પણ નમૂના લેવામાં આવશે. તેમાં પણ થનાર ફેરફારોનું આકલન કરવામાં આવશે.

આ પણ વાંચો : બપોર બાદ કુંભમાં આવશે ચંદ્ર : કઈ રાશિઓ પર થશે ફાયદાઓનો વરસાદ ? કઈ રાશિઓ પર ફૂટશે નુકસાનીનો બૉંબ ? જાણવા માટે CLICK કરો

છ વર્ષ પહેલા પણ થયુ હતુ સંશોધન

આસ્થાના પક્ષના વૈજ્ઞાનિક પાસાને ઓળખવાની પહેલ 2013માં પણ કરવામાં આવી હતી. આ રિસર્ચમાં એનબીઆરઆઈ લખનઉ, ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇંસિસ બીએચયૂ. એમએનઆઈટી અલ્હાબાદ, સામાજિક વાનિકી સંસ્થાન અલ્હાબાદ તથા પ્રોફેસર એસએન ત્રિપાઠી મેમોરિયલ સામેલ હતાં. કુંભના પહેલા અને અંતિમ સ્નાન બાદ 700થી વધુ કલ્પવાસીઓના બ્લડ સૅમ્પલ લેવામાં આવ્યા હતાં. તેનાથી કિડની ફંક્શન ટેસ્ટ, લિવર ફંક્શન ટેસ્ટ, સીબીસી અને ટાઇફૉઇડની તપાસ કરવામાં આવી હતી. રિઝલ્ટમાં બ્લડમાં ઇમ્યુનોગ્લો્યુલિનના વધવાનો ટ્રેન્ડ દેખાયો હતો. કોઈ પણ કલ્પવાસીને કોઈ પણ ચેપ નહોતો થયો. બીજી બાજુ જળના નમૂનાના પણ ફીજિયો કેમિકલ્સ ટેસ્ટ કરાયા હતાં કે જેમાં ઘણા પ્રકારના બૅક્ટીરિયાફૉસ્ફેટ જોવા મળ્યા હતાં કે જે ચેપના કારકોને ખતમ કરી દે છે.

આ વખતે આ રિસર્ચને વધુ સંગઠિત અને વ્યાપક રીતે કરવામાં આવશે કે જેનાથી તેની પ્રામાણિકતાને માન્યતા આપી શકાય.

[yop_poll id=541]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today

FB Comments

TV9 Web Desk7

Read Previous

કોઈ હીરોના આવા ફૅન્સ જોયા નહીં હોય, કોઈ ઢોલ વગાડે છે, કોઈ રસ્તા પર નાચે છે, ક્યાંક રેલીઓ નિકળી રહી છે, તો ક્યાંક આતશબાજીઓ થઈ રહી છે : આપ પણ જુઓ VIDEOS

Read Next

ગુજરાતના ગૌરવ હાર્દિક પંડ્યાના કૅરિયર પર લાગવાનું છે કલંક ! મહિલાઓ પર કૉમેંટને લઈને કૅરિયર ખતરામાં, લાગી શકે છે બૅન

WhatsApp પર સમાચાર