કુંભ 2019 : અહીં એક વિલામાં એવી છે એવી ખૂબીઓ કે જેના માટે આપે ચુકવવી પડશે એક રાતની 32 હજાર રૂપિયા કિંમત

સૂર્યોદયના સમયે પંખીઓના કિલ્લોલ વચ્ચે થતો મંત્રોચ્ચાર, સમગ્ર વિશ્વમાંથી આવેલા સંતોનું સમાગમ, ગંગા-યમુનાની ધારાઓમાં પરોવાયેલી આસ્થાઓ…. કંઇક આવો જ નજારો હશે કુંભ 2019નો.

દેશી-વિદેશી મહેમાનોના સ્વાગત માટે પ્રયાગરાજ તૈયાર થઈ ચુક્યું છે. ટેંટ સિટીનું બુકિંગ પણ શરુ થઈ ચુક્યું છે. પ્રવાસન વિભાગે તમામ ટેંટ કૉટેજોના બુકિંગ માટે પોતાની વેબસાઇટ પર લિંક્સ આપી દિધી છે.

આ ટેંટ સિટીમાં દરેક બજેટના લોકો માટે ટેંટ મળી જશે. ઓછી કિંમતો વાળી ડૉર્મિટરીથી લઈ સુપર લગ્ઝરી વિલા સુધી મળશે. સુવિધાઓ એવી હશે કે આંખો પહોળી જ રહી જાય. જેમ કે સવારે ઉઠતા જ યોગા ક્લાસ કરો, આરતી અને પૂજામાં સામેલ થાઓ.

READ  કુંભના મેળામાં કરોડો લોકોની ભીડમાં જો કોઈ ખોવાઈ જાય તો જાણો કેવી રીતે સરળતાથી તે વ્યક્તિને શોધી શકશો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કુંભમાં બુક કરાવો પોતાનું કૉટેજ

દરેક ટેંટ સિટીમાં ભજન સંધ્યા, પ્રવચન અને મેડિટેશન હૉલ પણ હશે. આ સાથે જ ટેંટ સિટીમાં પ્રવાસીઓ માટે અન્ય કેટલીક સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે જેમ કે કુંભ મેલા ટૂર ગાઇડ સાથે, પ્રયાગરાજ દર્શન, કાર રેંટલ વગેરે. ટેંટ સિટીમાં માંસાહારી ભોજન નહીં પિરસવામાં આવે.

ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગે ટેંટ સિટી બુક કરાવવા માટે જરૂરી લિંક્સ પોતાની વેબસાઇટ પર મૂકી છે. તેમાં દરેક ટેંટ સિટીના ભાડા અને સુવિધા સહિતની તમામ વિગતો છે. વેબસાઇટ પર મૂકાયેલી લિંક્સ નીચે મુજબ છે.

READ  યુદ્ધના માહોલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીના આ સાંસદે કરી મોદી અને યોગી સરકારની ભરપૂર પ્રશંસા

(1) https://www.indraprasthamcity.com આધ્યાત્મિકતાની ભાવના માટે અહીં ત્રણ પ્રકારના કૉટેજ ઉપલબ્ધ છે કે જેમાં અત્રિ, અંગિરાસા અને ગૌતમનો સમાવેશ થાય છે. આ કૉટેજમાં એક રાત્રિ રોકાણ પર 11,999થી 31,999 રૂપિયા ખર્ચ કરવા પડશે.

(2) https://kumbhtent.com આ ટેંટ સિટીમાં ગંગા, યમુના, સરસ્વતી, સાબરમતી, નર્મદા નામે કૉટેજ બનાવવામાં આવ્યાં છે. અહીં એક રાત્રિ રોકાણના 2,500થી લઈ 18,500 રૂપિયા ખર્ચ કરવા પડશે.

(3) https://online.up-tourism.com પ્રવાસન વિભાગે પણ સંગમ ટેંટ કૉલોની તૈયાર કરી છે. તેમાં મહારાજા અને સ્વિસ કૉટેજ છે કે જેમનું ભાડું ક્રમશઃ 9,000 અને 18,000 રૂપિયા છે.

(4) http://www.kumbhvillage.com અહીં ત્રણ પ્રકારના કૉટેજ મળશે. તેનું ભાડું 3,000થી 15,000 રૂપિયા છે.

READ  વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓને પોતાની બચત માંથી જ આપી દીધી રૂ.21 લાખની ભેટ

(5) https://kalpavriksh.in સુપર લગ્ઝરીથી લઈ ડૉર્મિટરી કૉટેજ સુધી છે અહીં. બેડ દીઠ 670 રૂપિયાથી લઈ 11,000 રૂપિયા ચાર્જ છે.

(6) http://kumbhcanvas.com/ અહીં આપને માત્ર ડૉર્મિટરીના જ વિકલ્પો મળશે. ત્રણ પ્રકારની ડૉર્મિટરી અહીં ઉપલબ્ધ છે કે જેના માટે 980થી 3,000 રૂપિયા સુધી પ્રતિ બેડ ચુકવવા પડશે.

[yop_poll id=427]

કુંભમેળા પર TV9 ગુજરાતી ખાસ સીરિઝ ચલાવી રહ્યું છે. આ સીરિઝમાં તમને મળશે કુંભમેળાને લગતી તમામ જાણકારી જેમ કે; ક્યાં રોકાશો, ક્યાં ખાશો-પીશો, કેવી રીતે કુંભમેળા સુધી પહોંચશો. કુંભમેળાને લગતી આ તમામ ખબરો અને સ્ટોરીઝની અપડેટ મેળવવા આ Whatsapp Group જોઈન કરો. ઉપરાંત, તમે આ લિંક પર ક્લિક કરીને પણ કુંભમેળાને લગતી ખબરો વાંચી શકો છો.

Oops, something went wrong.
FB Comments