• April 23, 2019

Video: રાજકોટના કનેસરા ગામમાં મંત્રીજી ગયા હતા મત માગવા પણ મહિલાઓના વિરોધના કારણે ભાગવુ પડ્યું!

રાજકોટના  કનેસરા ગામે પાણીની સમસ્યાને લઈને રાજ્યના પાણી મંત્રીને જ સાંભળવાનો વારો આવ્યો છે. ગામની મહિલાઓએ મંત્રીનો ઉધડો લઈને તેની પર સવાલોનો વરસાદ કરી દીધો હતો અને બાદમાં મંત્રી કુંવરજી બાવળીયાને ત્યાંથી રવાના થવું પડયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

જસદણના કનેસરા ગામે ભાજપના મંત્રી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. આ ચૂંટણી પ્રચારને લઈને ગામની મહિલાઓ અને મંત્રી વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું હતું. મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને પાણી પુરવઠાના મંત્રીને સવાલો કરીને પાણી માપી લીધું હતું.

 

 

કુંવરજી બાવળીયાને જસદણના કનેસરા ગામની મહિલાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ પાણીને લઈને પ્રશ્નો કરતાં કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું કે આ પાણી પુરવઠાનો વિભાગ આખો સરકારનો જ છે. ગામમાં 45થી 55 ટકા જ મત મળ્યા હતા. ગામમાં કરોડો નાખીને કામ કરાવી દઉ. આમ એનકેન પ્રકારે મંત્રીએ પોતાના જ વિસ્તારના લોકો છાજે નહીં તેવું વર્તન કર્યું હતું.

Residents of Behrampura furious after they fail to receive election slip for LS Elections tomorrow

FB Comments

Hits: 105

TV9 WebDesk8

Read Previous

જાણો મુકેશ-નીતા અંબાણીના 3માંથી કેટલાં બાળકો IVFથી જન્મ્યા છે?

Read Next

લોકસભા ચૂંટણી: આંધ્રપ્રદેશમાં રાત્રીના 10 વાગ્યા સુધી લોકોએ મત આપ્યા, જાણો કેમ આવું થયું?

WhatsApp chat