કચ્છમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્, ભુજમાં સર્વાધિક 9 ડિગ્રી તાપમાન નોંધાયું

Cold will reduce in 2-3 days, meteorological department gave information

કચ્છમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ છે. કચ્છના મુખ્ય મથક ભુજમાં સર્વાધિક 9 ડિગ્રી ઠંડી નોંધાઈ. તો નલિયામાં 9.2 ડિગ્રી ઠંડી રેકોર્ડ થઈ. સૌરાષ્ટ્રના રાજકોટમાં 9.7 ડિગ્રી ઠંડી અને અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.5 ડિગ્રી ઠંડી નોંધાઈ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી રેકોર્ડ થઈ. ડીસા અને વડોદરામાં 11.8 ડિગ્રી નોંધાઈ. આકરી ઠંડી વચ્ચે વાદળછાયા વાતાવરણને પગલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ધુમ્મસને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો.

READ  ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ

આ પણ વાંચોઃ આણંદના તારાપુરમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાગી લાઈન, ખેડૂત દીઠ માત્ર બે જ ગુણીનું વેચાણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments