કચ્છ: પોલીસકર્મીનો લાંચ લેતા વીડિયો થયો વાઈરલ, SPએ આપ્યો તપાસનો આદેશ

Kutch: Cop asks for bribe to remove names of accused, video goes viral| TV9News

કચ્છના રાપર પોલીસ સ્ટેશનના એક લાંચિયા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આરોપીઓના નામ હટાવવા માટે કઈ રીતે આરોપીના સંબંધી અને પોલીસકર્મી વચ્ચે આરામથી પોલીસ સ્ટેશનમાં ડીલ થાય છે તે સ્પષ્ટ દેખાઈ છે. આરોપીઓના નામ હટાવવા માટે પોલીસકર્મી પહેલા 2000 રૂપિયાની લાંચ માગે છે અને છેલ્લે 1500 રૂપિયામાં પતાવટ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  57 વિદેશી નાગરિકો સહિત તબલીગી જમાતના 83 લોકો સામે UP પોલીસે દાખલ કરી ચાર્જશીટ

આ પણ વાંચો :   ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વીડિયો વાયરલ થતા જ પૂર્વ કચ્છના SPએ તપાસના આદેશ આપ્યા છે. ભચાઉ DySPને હાલ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ પોલીસકર્મી સામે પગલા ભરવામાં આવશે તેવું પણ પૂર્વ કચ્છના SP જણાવી રહ્યા છે. પરંતુ આ તપાસ ક્યારે પૂર્ણ થશે અને વાસ્તવમાં કોઈ પગલા લેવાશે કે નહીં તે પણ મોટો સવાલ છે.

READ  ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments