અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 16 લોકોના મોત, 2ની હાલત ગંભીર

જો કે 24 કલાક પછી વાતાવરણ સામાન્ય બની જશે. આ સાથે જ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન પણ હવે ઓછુ થઈ રહ્યું છે. જે શિયાળાની શરૂઆતના સંકેત છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં શિયાળીની શરૂઆત થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડતા શિયાળાની શરૂઆત થોડી મોડી થઈ છે. ત્યારે હવે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

READ  મહારાષ્ટ્રમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં નવા 4,878 કેસ નોંધાયા, જાણો મુંબઈની સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments