રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓ, મજૂરો અને ખેડૂતો પરેશાન! મચ્છરોના ત્રાસથી મુક્તિ અપાવવાની માગ

Laborers employees of Rajkot market yard irked by mosquito menace

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓ અને મજૂરો હેરાન પરેશાન બન્યા છે. આજી-2 નદીમાં રાજકોટ શહેરના ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાથે જ જંગલી વેલના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખેતરમાં ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા, તો યાર્ડમાં મજૂરો અને વેપારીઓ કામ ધંધો નથી કરી શકતા. આ સ્થિતિમાં સ્થાનિકોએ તંત્રને ફરિયાદ પણ કરી હતી. જોકે મચ્છરોથી મુક્તિ ન મળી અને આજે પણ વેપારી હોય કે મજૂર તમામે મચ્છરનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માગ છે કે તેમને વહેલીતકે આ મુશ્કેલીમાંથી ઉગારવામાં આવે.

READ  કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2530, જાણો જુદા-જુદા પાકોના ભાવ

FB Comments