VIDEO: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ: મા ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞ, દર્શન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ

Lakshchandi Mahotsav to be held in Maa Umiya temple from 18 to 22 Dec, Mehsana

મા ઉમિયાના ધામમાં યોજાનારા આ મહાયજ્ઞને લઈને ગુજરાતભરના પાટીદારોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ગુજરાત સાથે ભારતભર સાથે વિદેશમાં વસતા પાટીદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા થનગની રહ્યા છે. આ મહોત્સવ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ડુંગળીની આયાતનો ખેડૂતો દ્વારા વિરોધ, શું આયાત થવાની ખેડૂતોને ડુંગળીનો નહીં મળે ભાવ!

5 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમમાં દેશવિદેશથી લગભગ 50 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બીજી તરફ લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે હિન્દુ સંસ્કૃતિના દિવ્ય અલૌકિક અવસરમાં જગદગુરુ શંકરાચાર્યજીના હસ્તે ધર્મસભાની સ્થાપના કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ 'મોટેરા'નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

મહત્વનું છે કે સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાનું મંદિર ઉંઝા ખાતે આવેલું છે. લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજશે. લક્ષચંડી મહાયજ્ઞ અગાઉ ઉમિયાબાગ ખાતે 1100 પ્રકાંડ પંડિતો દ્વારા દુર્ગા સપ્તશીના 700 શ્લોકો દ્વારા એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યાર બાદ લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત થશે જેમાં લાખ ચંડીપાઠનો દશાંશ હોમ કરવામાં આવશે. આ લક્ષચંડી મહાયજ્ઞને ઉમિયા બાગ ખાતે 24 વિઘા જમીનમાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિરનું નિર્માણ કરાયું છે. તો લક્ષચંડી મહાયજ્ઞ માટે હાલ પવિત્ર યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. પવિત્ર યજ્ઞશાળાના નિર્માણ માટે સ્થાનિક મહિલાઓએ પણ ભાગ લીધો.

READ  કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments