નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવતાની સાથે લાલુ પ્રસાદ યાદવની હાલત ખરાબ, ડૉક્ટરોએ કહ્યું મુશ્કેલી વધી શકે છે

બિહારમાં મહાગઠબંધનની આગેવાની કરતા RJDને પહેલી વખત લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં મોટું નુકસાન થયું છે. ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી દરમિયાન લાલૂની ગેરહાજરી રહી હતી. અને તમામ વિપક્ષી પાર્ટીઓની કોશિશ બાદ પણ સફાયો થઈ ગયો છે. જેને લઈને લાલુ પ્રસાદ ઘણી ચિંતામાં જોવા મળી રહ્યા છે. સાથે એવા સમાચાર પણ સામે આવ્યા કે તેમણે ભોજનનો પણ ત્યાગ કરી દીધો છે.

READ  MLA ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોણ થયું ક્વોરન્ટાઈન તો કોના લેવાયા સેમ્પલ? જાણો વિગત

આ પણ વાંચોઃ અમેઠીમાં ભાજપના કાર્યકરની હત્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અર્થીને ખંભો આપ્યાની સાથે કહ્યું કે, હત્યારાઓને પાતાળમાંથી પણ શોધી લાવીશ

 

ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં છે. જ્યાં ચૂંટણીના પરિણામ બાદ તેમની દિનચર્યાને મોટી અસર પડી હોવાનું સામે આવ્યું છે. લાલુ ન તો વ્યવસ્થિત નિંદર કરી શકે છે ન તો ભોજન લઈ રહ્યા છે. જેને લઈને ડોક્ટરો પણ હેરાન છે. છેલ્લા 3 વર્ષથી લાલુએ બપોરના સમયે ભોજન જ નથી લીધું. ડોક્ટરે કહ્યું કે આ પરિસ્થિતિના કારણે તેમને દવા આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તણાવના કારણે તેમની આવી હાલત સર્જાઈ છે.

READ  પ્રશાંત કિશોર JDU અને RJDને મર્જ કરવાના પ્રસ્તાવ લઇને આવ્યા: રાબડી દેવી
Oops, something went wrong.

ડોક્ટરોએ એવુ પણ કહ્યું કે લાલુ યાદવ પહેલા જ અનેક બીમારી સાથે ચાલી રહ્યા છે. સાથે તેમની ઉંમર પણ મોટી છે. તો સાથે તેમને હાઈબ્લડ પ્રેસર અને ડાયાબિટીસ છે. જેને લઈને ડોક્ટરોએ કહ્યું કે જો લાલુ પોતાની સ્થિતિ સુધારશે નહીં તો મુશ્કેલી વધી શકી છે.

FB Comments