કેન્દ્રમાં નીતિશની પાર્ટીના કોઈ મંત્રી ન બન્યા તો બિહારમાં પણ નીતિશે ભાજપને ભાગ ન આપ્યો, લાભ જાણીને લાલુએ આપી દીધું આમંત્રણ

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ભાજપ વચ્ચે કેબિનેટ પદને લઈ નારાજગી ચાલી રહી છે. ત્યારે લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને ફરી સાથે આવવાનું આમંત્રણ આપી દીધુ છે. જો કે લાલુની પાર્ટી લોકસભામાં એક પણ બેઠક જીતી શકી નથી. આમ છતાં લાલુએ નીતિશને મહાગઠબંધનમાં એક થવાનું આંમત્રણ આપ્યું છે. આ અંગેનું ઔપચારીક આમંત્રણ લાલુની પાર્ટીના ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદસિંહે આપ્યું છે. રઘુવંશે કહ્યું કે ફરી એક વખત સાથે આવવાનો સમય આવી ગયો છે. કારણ કે, આગામી દિવસોમાં નીતિશ કુમારનું માત્ર અપમાન ભાજપ કરશે.

 

READ  અમદાવાદમાં નશાની હાલતમાં લુખ્ખા તત્વોએ 20 દિવસની બાળકીની ફટકા મારીને કરી દીધી હત્યા

આ પણ વાંચોઃ જે કોંગ્રેસ નેતાએ ભાજપ અને મોદી સરકારના વખાણ કર્યા હતા તેમની સામે પાર્ટીએ લીધું આ એક્શન!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકસભામાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ ભાજપે પોતાની સહયોગી પાર્ટીને એક-એક મંત્રી પદની ઓફર કરી હતી. પરંતુ આ બાબતે નીતિશ કુમાર નારાજ થયા હતા. અને તેને મંત્રી પદ લેવાનું નકારી દીધુ હતું. ભાજપ પાસે બહુમતી છે અને તેને અન્ય કોઈ પાર્ટીની જરૂર નથી. આ વચ્ચે નીતિશની પાર્ટીએ NDAમાં જોડાવવાનું ટાળ્યું છે. ત્યારે આ જ સમયની રાહમાં લાલુએ ફરી એક થવાનું નિવેદન આપી દીધુ છે.

READ  કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

Top 9 Business News Of The Day : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments