પોરબંદર ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત

પોરબંદરની ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી છોડાતા પ્રદૂષિત પાણીને કારણે હજારો માછલીઓના મોત થયા છે.

આ પહેલા પણ અનેક વખત આ વિસ્તારમાં માછલીઓના મૃતદેહ મળી આવવાના બનાવો સામે આવ્યા છે. આ વિસ્તારની નજીક ફેકટરીમાંથી પ્રોસેસીગ કરેલું પાણી છોડવામાં આવે છે.

 

જેથી આટલી મોટી સંખ્યામાં માછલીના મોતનું કારણ દરિયાઈ પ્રદૂષણ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને લઈને પર્યાવરણ પ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે.

READ  જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

 

Latest News Stories From Gujarat : 22-11-2019 | Tv9GujaratiNews

FB Comments