લસિથ મલિંગાએ ટી-20 ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો અનોખો રેકોર્ડ

શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટન લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ 3 મેચમાં ટી-20 સીરીઝની છેલ્લી મેચમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મલિંગાએ ટી-20 ક્રિકેટમાં સૌપ્રથમ વખત 4 બોલ પર 4 વિકેટ લીધી છે. તેમાં હેટ્રિક વિકેટ પણ સામેલ છે.

વન-ડે ક્રિકેટમાં મલિંગા 2007માં પહેલા પણ આ કમાલ કરી ચૂક્યા છે. તે વન-ડે ક્રિકેટના એકમાત્ર બોલર છે, જેમને 4 બોલ પર 4 વિકેટ લીધી હતી. હવે એક વખત ફરીથી તેમને આ કમાલ ટી-20 ક્રિકેટમાં કરી બતાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વખત હેટ્રિક વિકેટ લેનારા બોલર હવે મલિંગા બની ગયા છે. આ બીજી તક હતી જ્યારે તેમને ટી-20 ક્રિકેટમાં હેટ્રિક વિકેટ લીધી, લસિથ મલિંગા ટી-20 ક્રિકેટમાં 100 વિકેટ લેનારા પ્રથમ બોલર પણ બની ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

મલિંગાએ ન્યૂઝીલેન્ડના આ 4 બેટ્સમેનને પોતાના શિકાર બનાવ્યા, તેમને ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર કોલિન મુનરોને 12 રન પર બોલ્ડ કર્યા, ત્યારબાદ ચોથા બોલ પર તેમને જેમ્સ રદરફોર્ડને 0 રન પર LBW આઉટ કરી દીધા, ત્રીજી વિકેટ તેમને ગ્રેન્ડ હોમની લીધી. ગ્રેન્ડ હોમને તેમને 0 રન પર બોલ્ડ કર્યા અને ચોથો શિકાર તેમને રોલ ટેલરને બનાવ્યો, ટેલરને તેમને 0 રન પર LBW આઉટ કરી દીધા.

READ  કોંગ્રેસ ઇચ્છે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ચપટીમાં થઇ જાય ગાયબ, કોંગ્રેસની દયા પર છે ધારાસભ્ય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મેચમાં મલિંગાએ તેમનો પાંચમો શિકાર ટિમ સાઈફર્ટને બનાવ્યો, તેમને ટિમને 8 રન પર કેચ આઉટ કરાવી દીધા, તેમને 4 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ લીધી. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લસિથ મલિંગાએ 5મી વખત હેટ્રિક વિકેટ લીધી.

READ  અમદાવાદમાં એક દુકાનદારે હેલ્થ અધિકારી પર ઉકાળેલું તેલ ફેંક્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમને વન-ડેમાં આ કમાલ 3 વખત કર્યો હતો, જ્યારે ટી-20માં બીજી વખત તેમને આ કમાલ કર્યો છે. મલિંગાએ સૌથી વધારે હેટ્રિક લેવાના મામલે વસીમ અકરમને પાછળ છોડી દીધા છે. વસીમ અકરમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 વખત હેટ્રિક વિકેટ લીધી હતી.

 

Parts of South Gujarat and Saurashtra may receive heavy rain in next 5 days : MeT | Tv9GujaratiNews

FB Comments