લોકસભા ચૂંટણી 2019: છેલ્લા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર

રવિવારે 19મેના રોજ છેલ્લા સાતમાં તબક્કાનું મતદાન યોજાવાનું છે અને આ મતદાન પછી લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે. લોકસભાની ચૂંટણીનું પરિણામ 23મેના રોજ જાહેર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ચૂક્યાં છે અને હવે માત્ર 59 સીટ પર જ મતદાનની પ્રક્રિયા બાકી છે જે પણ રવિવારના રોજ પૂર્ણ થઈ જશે. સાતમાં ચરણનો પ્રચાર પણ પુરો થઈ ગયો છે. છેલ્લાં તબક્કામાં પણ દિગ્ગજો નેતાઓની કિસ્મત દાવ પર છે જેમાં ખાસ કરીને હાઈપ્રોફાઈલ સીટ વારાણસીનો સમાવેશ થાય છે. અંતિમ તબક્કામાં  વારાણસીથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે.

READ  શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?

ક્યાં દિગ્ગજો છે મેદાનમાં?

 

 

કોંગ્રેસ ઉમેદવાર શત્રુઘ્ન સિંહા

છેલ્લા તબક્કાના મતદાનમાં જે દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે તેમાં પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબીર સિંબ બાદલનો સમાવેશ થાય છે જે ફિરોજપુર ખાતેથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેમની પત્ની હરસિમરત કૌર પણ ભટિંડા સીટ પરથી લડી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અમૃતસરની સીટ પરથી મેદાને છે અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ બાદની પત્ની પ્રણીત કૌર પણ પટિયાલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

 

READ  'અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી' જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

ત્રણ વખત સાંસદ રહી ચૂકેલાં અનુરાગ ઠાકોર હિમાચલપ્રદેશની હમીરપુર, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન દુમકાથી તો પૂર્વ કેન્દ્રીય મંત્રી પી કે બંસલ ચંડીગઢની સીટ પરથી પોતાનું રાજકીય ભાવિ અજમાવી રહ્યાં છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ તારીખે થશે જાહેર, વિદ્યાર્થી આ રીતે જોઈ શકશે પોતાનું RESULT

ભોજપુરી અભિનેતા રવિકિશન

પંજાબની ગુરદાસપુર સીટ પરથી અભિનેતા સની દેઓલ મેદાનમાં છે તો રવિ કિશન પણ ગોરખપુર સીટથી ચૂંટણી લડી રહ્યાં છે. પંજાબની પટના સાહિબ લોકસભાની સીટ પર જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અહીંથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા મેદાનમાં છે. જે પટના સાહિબથી સાંસદ હતા અને ભાજપમાંથી છેડો ફાડીને આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.

READ  જાણો કયા બોલિવુડ કલાકાર લોકસભા ચૂંટણીમાં રહ્યાં સફળ અને કયા કલાકાર થયા નિષ્ફળ

 

Oops, something went wrong.
FB Comments