આજે 3 તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ થશે શાંત, 23 એપ્રિલે ગુજરાત સહિત 16 રાજ્યોની 117 બેઠક પર યોજાશે મતદાન

લોકસભા ચૂંટણીના 7 તબક્કામાંથી 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ વખતે ગુજરાત સહિત 16 રાજ્યોની 117 સીટ પર મતદાન યોજાવાનું છે.

લોકસભા ચૂંટણીના 3 તબક્કાના મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પોતાની કમર કસી રહ્યાં છે. 21 એપ્રિલના રોજ સાંજે ચૂંટણી પ્રચારનો ધમધમાટ બંધ થઈ જશે અને 16 રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ જશે. મતદાનની પ્રક્રિયા પહેલાં 48 કલાકના સમયને ‘સાયલન્સ પિરિયડ’ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ હોય છે.

READ  લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી 'ડિજીટલ આચાર સંહિતા', સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

ગાંધીનગરની બેઠક પર રહેશે નજર

ગાંધીનગર લોકસભાની બેઠક આ વખતે ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ બેઠક બની ગયી છે કારણ કે ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસે અમિત શાહની સામે ટક્કર આપવા માટે સી.જે.ચાવડાને મેદાને ઉતાર્યા છે. લોકસભા ચૂંટણીને લઈને આજે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ગુજરાતમાં પાટણમાં વડાપ્રધાને રેલી કરી હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ આજે સાણંદમાં રોડ-શૉનું આયોજન કર્યું હતું.

READ  પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની હાલત ખુબજ ગંભીર, ECMO અને IABPના સપોર્ટ પર રાખવામાં આવ્યા

 

 

ત્રીજા ચરણમાં ક્યાં ક્યાં રાજ્યોમાં મતદાન?

3 તબક્કાના મતદાનમાં કુલ 14 રાજ્યોની 117 લોકસભાની સીટ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરાયું હતું.  જેમાં બીજા તબક્કામાં ચૂંટણી પંચે રદ્દ કરેલી તમિલનાડુ વેલ્લોર અને ત્રિપુરાની પશ્ચિમ સીટનો પણ સમાવેશ થાય છે. આથી 16 રાજ્યોની 117 સીટ પર વોટિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

READ  ખેડાના મહુધાના સાપલા ગામે પોલીસ પર થયો હુમલો! જુઓ VIDEO

 

Former Andhra Pradesh speaker Kodela Siva Prasada Rao commits suicide | Tv9GujaratiNews

FB Comments