ભારત-પાક. સરહદથી માત્ર 33 કિમી દૂર આવેલા અમૃતસરમાં મોડી રાત્રે આવ્યા ધડાકાના અવાજ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી માહિતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબ રાજ્યમાં આવેલા અમૃતસર શહેરમાં બુધવારે રાત્રે બે વાગ્યાની વચ્ચે કેટલાંક ધડાકાના અવાજ સંભળાયા હતા. જે પછી સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બે મોટા ધડાકા સંભળાયા હોવાનું લખ્યું. પરંતુ પોલીસનું કહેવું છે કે શહેરના કોઈ પણ વિસ્તારમાં કોઈ ઘટના નોંધાઈ નથી.

શું છે સમગ્ર ઘટના ?

જો કે આ અવાજ શાનો હતો તેના અંગે હજી સુધી કોઇ પણ માહિતી મળી નથી. તેમજ કેટલાંક વરિષ્ઠ અધિકારીઓએ પણ આ પ્રકારનો અવાજ સાંભળ્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસરના ડૅપ્યુટી પોલીસ કમિશનર જગજિતસિંઘ વાલિયાએ કહ્યું, “અમે વેરકા, સુવર્ણ મંદિરની આસપાસનો વિસ્તાર, સુલ્તાનવિંડ, છરહાટા, ઍરપૉર્ટ, રેલવે સ્ટેશનના વિસ્તારો, બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારો અને બાકીનાં મહત્ત્વના સ્થળો પરથી માહિતી મંગાવી પરંતુ ક્યાંયથી કોઈ એવી ઘટનાની જાણકારી મળી નથી.

આ પણ વાંચો : લોકસભા-2019ની ચૂંટણી વીરેન્દ્ર સહેવાગે લડશે કે નહીં ?, ભાજપના વરિષ્ઠ નેતાએ જ કર્યો ખુલાસો

આ સાથે જ પોલીસ કમિશ્નર એસ.એસ. શ્રીવાસ્તવે જણાવ્યું, અવાજો તો મેં પણ સાંભળ્યા. અમે સમગ્ર શહેરમાં તપાસ કરાવી છે, પરંતુ ક્યાંયથી કોઈ જ રિપોર્ટ નથી. આ સૉનિક બૂમ પણ હોઈ શકે છે. લોકોએ તેનાથી ચિંતિત થવાની જરૂર નથી.

શહેરના કેટલાંક વિસ્તારોમાં બે પ્રચંડ અવાજ સાંભળ્યા હોવાની વાત કરી અને લોકો એવું કહી રહ્યાં છે કે, તેમને લાગ્યું જાણે તેમનું ઘર હલી ગયું હોય. સુવર્ણ મંદિર પાસે રહેતા લોકોએ પણ બે મોટા અવાજો સાંભળ્યા હોવાની વાત કરી છે.

સ્થાનિક પોલીસના કોઈ ઇમર્જન્સી નંબર પર પણ કોઈ ઘટનાની સૂચના મળી નથી. છતાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો બે મોટા ધડાકા સાંભળ્યા હોવાની વાત લખી રહ્યા છે. મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાથી અમૃતસરના લોકોએ સોશિયલ મીડિયા પર બે મોટા અવાજો સાંભળ્યા હોવાની વાતો લખવાની શરૂ કરી.

 

અમૃતસર ભારત અને પાકિસ્તાનની સીમાથી માત્ર 33 કિમી જ નજીક એક મહત્ત્વનું શહેર છે. હાલના સમયમાં પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યા છે, તે સ્થિતિમાં આ અવાજને લોકોએ બંને દેશોના તણાવ સાથે પણ જોડ્યો છે. આવું પહેલી વાર નથી થયું કે સીમાથી નજીક આવેલા કોઈ શહેર અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હોય.

Vivek Oberoi urges people to celebrate victory of PM Modi by watching film PM Narendra Modi on May24

FB Comments

TV9 Web Desk6

Read Previous

લોકસભા-2019ની ચૂંટણી વીરેન્દ્ર સહેવાગે લડશે કે નહીં ?, ભાજપના વરિષ્ઠ નેતાએ જ કર્યો ખુલાસો

Read Next

મુંબઇ ‘CST ફૂટઓવર બ્રિજે’ લીધા 6 લોકોના ભોગ, તો ટ્રાફિક સિગ્નલે બચાવ્યા સેંકડો લોકોના જીવ, શું છે આ બ્રિજનું આતંકી કસાબ સાથે કનેક્શન ?

WhatsApp chat