ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવો મામલો

સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP) એક્ટ મૂજબ ચૂંટણી ફક્ત બેલેટ પેપરથી જ કરી શકાય છે. આ એક્ટને લઈને તેમણે માગણી કરી છે કે ચૂંટણીના પરિણામોને રદ્દ કરવામાં આવે અને બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવામાં આવે. એમ.એલ. શર્માએ અરજી પર તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરી છે.

READ  મહાગઠબંધન પર મહા મુસીબત, ત્રીજા મોરચામાં પણ ભંગાણની સ્થિતિ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકસભા ચૂંટણી 2019 તાજેતરમાં જ પૂર્ણ થઈ છે જેમાં ભાજપ 300 થી વધુ બેઠકો પર જીત મેળવી અને ફરીથી સત્તામાં આવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર 52 બેઠકો જ મળી છે. ચૂંટણીઓમાં હાર પછી વિરોધી પક્ષોએ ઇવીએમ પર સવાલો ઉઠાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જ્હૉન અબ્રાહમની આવનારી ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર'માં દુનિયા જોશે એ સત્ય જેને દેખાડતા ભારત-પાકિસ્તાન સરકાર પણ બચે છે, આ ફિલ્મથી ભારતીય જાસૂસો પર તમને થશે વધારે ગર્વ!

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ EVM ની જગ્યાએ બેલેટ પેપરથી મતદાનની માંગ કરી હતી. તેમણે કહ્યું કે અમે એક ચળવળ શરૂ કરીશું અને તેની શરૂઆત બંગાળથી થશે. તેમણે એવુ પણ કહ્યું હતું કે હું 23 રાજકીય પક્ષોના તમામ નેતાઓને કહીશ કે બધા સાથે આવે અને બેલેટ પેપરથી મતદાન થાય તેવી માંગ કરે.

READ  ગુજરાતમાં વધતા આંદોલન, રોજગારી, ખેડૂતોની સ્થિતિ સહિત અનેક મુદ્દે નાયબ મુખ્યપ્રધાન સાથે વાતચીત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments