ફ્રેચ મીડિયાનો દાવો, રાફેલ ડિલ બાદ અનિલ અંબાણીની કંપનીને ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી

ફ્રાંસના સમાચાર પત્ર Le Mondeના અહેવાલ મુજબ અનિલ અંબાણીની કંપની ‘રિલાયંસ એટલાન્ટિક ફ્લેગ ફ્રાંસ’ને ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી હતી. હવે તેને વસૂલીને પણ રદ્દ કરી દેવાઈ છે.

ફ્રાંસના સમાચાર પત્ર Le Mondeનું માનીએ તો રિલાયંસની આ કંપની પર 162.2 મિલિયન ડોલરનો ટેક્સ બાકી હતો. જેને લઈને કંપનીને મોટી છૂટ આપવામાં આવી હતી અને હવે તેને કુલ વસૂલ કરવાના થતા નાણાંને પણ રદ્દ કરી દેવાયા છે.

રિલાયંસ કમ્યુનિકેશને આ બાબત પર જવાબ આપીને કહ્યું કે ફ્રાંસના અધિકારીઓની માગો અનિશ્ચીત અને ગેરકાયદેસર હતી. દેશના કાયદા મુજબ ફ્રાંસના અધિકારી સાથે એક કરાર પણ કરવામાં આવ્યો હતો.

કથિત રીતે અનિલ અંબાણીની કંપની રિલાયંસ એટલાન્ટિક ફ્લગે ફ્રાંસની વર્ષ 2007થી 2010 દરમિયાન ફ્રાંસના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમાં એ વખતે કંપની પર 60 મિલિયન યુરો ટેક્સ બાકી હોય તેવું જાણવા મળ્યું. કંપનીએ 7.6 મિલિયન ટેક્સ ભરવાની તૈયારી દાખવી હતી પણ ફ્રાંસના અધિકારીઓએ ઈનકાર કરી દીધો અને કહ્યું કે વધુ એક તપાસ હાથ ધરવામાં આવશે.

વર્ષ 2010 અને 2012માં ફરીથી એક તપાસ કરવામાં આવી. જેમાં કંપનીને 91 મિલિયન યુરો વધારાનો ટેક્સ ભરવાને લઈને કહેવામાં આવ્યું. રાફેલ ડિલની ઘોષણાના 6 મહિના બાદ ફ્રાંસના અધિકારીઓએ રિલાયંસ પાસેથી 7.3 મિલિયન યુરો રકમ ટેક્સ પેટે સ્વીકારી લીધી.

જોકે રક્ષા મંત્રાલયે આ વાત પર કહ્યું કે આ મુદ્દાને રાફેલ ડિલ સાથે જોડીને ના જોવો જોઈએ. આ એક ખાનગી કંપની અને સરકાર વચ્ચેનો મામલો છે. રાફેલ ડિલની સાથે આ બાબતને કોઈ લેવા-દેવા નથી. આમ ફ્રેંચ મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ ડિલ બાદ અનિલ અંબાણીની કંપનીનો 1100 કરોડનો ટેક્સ માફ કરી દેવાયો છે.

 

Gujarat: Singer Aishwarya Majmudar joins BJP| TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે તે તસવીર વિશેની જાણો સાચી હકીકત

Read Next

લોકસભા 2019ની ચૂંટણીની સૌથી મોટી ખબર! પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠકથી લડી શકે છે ચૂંટણી: સૂત્ર

WhatsApp પર સમાચાર