વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજકીય નેતાઓ Twitter પર શુભકામનાઓ પાઠવી

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રાજકીય નેતાઓ ટ્વીટર પર તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટર પર લખ્યું છે કે- દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ અને અથાક પરિશ્રમના પ્રતિક દેશના સર્વાધિક લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના.

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે ટ્વીટર પર લખ્યું છે કે- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ અને હાર્દિક શુભકામનાઓ.હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટર પર લખ્યું છે કે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા જન્મદિવસ પર તમારા લાંબા અને તંદુરસ્ત જીવન માટે મારી પ્રાર્થના.

FB Comments
READ  VIDEO: ઓક્ટોબરમાં વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે