જાણો ક્યા દિગ્ગજ નેતાઓ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતાં?

leaders-including-interim-president-of-congress-sonia-gandhi-are-also-not-active-on-social-media-

PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. અમુક લોકો આ અંગે કહી રહ્યાં છે પીએમ મોદીએ યોગ્ય નિર્ણય કર્યો છે તો અમુક લોકો કહીં રહ્યાં તમે સોશિયલ મીડિયા છોડીને ના જાઓ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

pm-modi-thinking-of-giving-up-social-media-accounts

લાખો લોકો દ્વારા નેતાઓ આજે ટ્વીટર ફેસબુકના માધ્યમથી પોતાનો સંદેશ પહોંચાડે છે. કરોડો લોકો ફોલોઅર્સ પણ હોય છે પણ આજે અમે એવા નેતાઓ વિશે વાત કરીશું જે રાજનીતિમાં દિગ્ગજ છે પણ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં નથી.

READ  પોતે મોદીએ પણ નહોતી છપાવી પોતાના લગ્નની આવી કંકોત્રી કે જેવી સુરતના એક ગુજરાતી પરિવારે મોદીને લઈને છપાવી નાખી, બૅંડ બાજા અને મોદી

આ પણ વાંચો :  PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ?

leaders-including-interim-president-of-congress-sonia-gandhi-are-also-not-active-on-social-media-


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોઈ જ સોશિયલ મીડિયા માધ્યમ પર નથી. આ બાજુ પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહ પણ કોઈ માધ્યમ પર એક્ટિવ નથી. સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ સોશિયલ મીડિયા પર આવ્યા નથી. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા પણ કોઈ જ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરતાં નથી. આ ઉપરાંત કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સોશિયલ મીડિયાથી દૂર છે.

READ  IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

leaders-including-interim-president-of-congress-sonia-gandhi-are-also-not-active-on-social-media-

એવા નેતાઓ પણ છે જે જેલમાં રહીને પોતાના વિચારો સોશિયલ મીડિયાથી વ્યક્ત કરી રહ્યાં હોય. જેમાં લાલુ પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. આ સિવાય પી ચિદમ્બરમ પણ જેલમાં હતા તો ટ્વીટર પર સક્રિય હતા. કાશ્મીરના ઘણાં નેતાઓ જે નજરબંધ છે અને પોતાના ટ્વીટર પરથી વિચારો વ્યક્ત કરે છે. આ નેતાઓ જેલમાં કોઈ મળવા આવે ત્યારે તેને સંદેશો આપે છે અને તેના વતી પરિવારજનો ટ્વીટ કરી આપે છે. આમ સોશિયલ મીડિયાનો રાજનીતિમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે પ્રધાનમંત્રીએ તેનાથી દૂર થવાની વાત કરી તો અમુક લોકોએ સમર્થન પણ આપ્યું છે.

READ  કોરોના વાઈરસ સામેની લડાઇ માટે નિર્મલા સીતારમણે રૂ.1.70 લાખ કરોડના રાહત પેકેજની કરી જાહેરાત

 

 

Oops, something went wrong.
FB Comments