Video: નાળિયેરીના ડી.ટી. રોપા તૈયાર કરવાની રીત

વિશ્વમાં નાળિયેરનાં ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા અને ફિલીપાઇન્સ પછી ભારત ત્રીજા ક્રમે છે. હાલ ગુજરાતમાં નાળિયેરીનાં વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ડી.ટી. પ્રકારની નાળિયેરીનું વાવેતર સૌથી વધુ થાય છે. નાળિયેરીનાં રોપા તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોવાથી તેના રોપાની માંગ વધુ છે. જે ખેડૂતો નાળિયેરની ખેતી કરી રહ્યા છે તેમના માટે તો બંન્ને હાથોમાં લાડવો છે. એક તરફ તે નાળિયેરનાં ઉત્પાદન દ્વારા આવક મેળવી શકે છે જ્યારે બીજી તરફ તે નાળિયેરનાં રોપા તૈયાર કરીને પણ આવક મેળવી શકે છે. તો ચાલો જાણીએ ડી.ટી. નાળિયેરના રોપા તૈયાર કરવાની પધ્ધતિ.

READ  It is a matter of proud for Guj that world's tallest statue has been built in the state: Vijay Rupani

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

ગુજરાતમાં દરિયા કિનારાનાં પ્રદેશોમાં નાળિયેરીમાં ત્રણ પ્રકારની જાતો હોય છે. પશ્ચિમ કિનારાની ઉંચી જાત, લીલી ઠીંગણી, લોટન અને હાઈબ્રીડ ડી બાય ટી એટલે કે ડી.ટી. અને ટી બાય ડી એટલે કે ટી.ડી. જાતોના ગુણધર્મો ભિન્ન પ્રકારના છે અને દરેકની અલગ ખાસિયતો છે. ગુજરાતમાં હાઈબ્રીડ ડી.ટી. જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આથી જ ગુજરાતમાં હાલમાં ડીટી જાતનાં રોપાઓની વધુ માંગ છે. ડી × ટી જાતની નારિયેળીનાં રોપા તૈયાર કરતા ખેડૂતોને ત્યાં 2 વર્ષનાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યા છે.

READ  એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

[yop_poll id=”1″]

FB Comments