ક્રિકેટરની જિંદગીને છોડીને એવો અભિનય દેખાડ્યો કે, લોકો આજે પણ આ કલાકારને યાદ કરતા કહે છેઃ “અરે ઓ સાંભા કિતના ઈનામ રખે હૈ સરકાર”

અભિનેતા મૈકમોહન આજે પણ લોકોના મનમાં વસેલા છે, કરાચીમાં જન્મનારા આ અભિનેતાનું 10 મે 2010ના દિવસે અવસાન થયું હતું

ફિલ્મ શોલેમાં સાંભાનો અભિનય કોને યાદ ન હોય, અને  અભિનેતા મૈકમોહન આજે પણ લોકોના મનમાં વસેલા છે. કરાચીમાં જન્મનારા આ અભિનેતાનું 10 મે 2010ના દિવસે અવસાન થયું હતું. મૈકમોહનના જીવન વિશે વાત કરીએ તો તેમના પિતા બ્રિટિશ આર્મીમાં કરનલ હતા. જે તે સમયે 1940માં તેમના પિતાની લખનૌમાં બદલી થઈ હતી.

મૈકમોહન નાનપણથી જ એક ક્રિકેટર બનવાની ઈચ્છા રાખતા હતા.પોતાના ક્રિકેટર કેરિયરને આગળ વધારવા માગતા મૈકમોહન ઉત્તર પ્રદેશની ક્રિકેટ ટીમમાં પણ રમ્યા હતા. પોતે ક્રિકેટર જ બનવા માગે છે તેવા ધ્યેય સાથે તેણે નક્કી કરી લીધુ કે કે પોતાની ટ્રેનિંગ માટે મુંબઈ જવું પડશે. તેઓ પોતાના સપના સાથે મુંબઈ તો પહોંચી ગયા પરંતુ ત્યાંના રંગમંચે તેમનું મન આકર્ષી લીધુ અને અભિનય તરફ તેઓ આગળ વધી ગયા છે.

તેમની ફિલ્મી જિંદગી પહેલા તેઓ નાટકમાં કેવી રીતે પહોંચ્યા તેની એક કહાની એવી છે કે ગીતકારના પત્ની શૌકત કૈફીને પોતાના નાટકમાં એક પાતળા-સરખા વ્યક્તિની જરૂર હતી. ત્યારે મૈકમોહનના એક મિત્રએ તેને આ વાતની જાણ કરી છે. આ સમયે મૈકમોહનને નાણાંની પણ જરૂર હતી. આ કારણે જ તેઓ શૌક કૈફી સાથે મુલાકાત કરી હતી. અને નાટકમાં કામ માગ્યું હતું. તો આ જ પહેલી તક બાદ મૈકમોહને પોતાની એક્ટિંગના જગતમાં પગ પસાર્યો હતો.

વર્ષ 1964માં તેમણે ફિલ્મ હકિકત દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 46 વર્ષના કેરિયરમાં તેણે અંદાજે 175 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું. આ તમામ ફિલ્મમાં સૌથી જાણીતો અભિનય ફિલ્મ શોલેનો સાભા છે. આ ફિલ્મમાં ભલે તેમનો રોલ નાનો હતો પરંતુ તેના કારણે મૈકમોહનને મોટી ઓળખ પ્રાપ્ત થઈ હતી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે મૈકમોહન એ ફિલ્મ અભિનેત્રી અને અક્ષય કુમારના પત્ની એવા રવિના ટંડનના મામ પણ હતા. ફિલ્મ અતિથી તુમ કબ જાઓંગેના શૂટિંગ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ હતી. જેને લઈ સારવાર માટે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબીઓએ કહ્યું કે તેમના ફેફડામાં ટ્યૂમર છે. લાંબા સમયની સારવાર બાદ 2010માં તેમની મોત થઈ હતી.

Top News Stories From Gujarat: 17/6/2019| TV9GujaratiNews

FB Comments

Shyam Maru

Read Previous

કચ્છના નારાયણ સરોવર પાસે સર્જાઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, રસ્તા પર વંટોળના લીધે ધૂળની ડમરીઓ ઉઠી

Read Next

રાજ્યમાં આગામી 24 કલાક બાદ વાતાવરણમાં પલટાની સાથે આ દિવસોમાં વરસાદની આગાહી, સાઈક્લોન સિસ્ટમ તેજ બની

WhatsApp પર સમાચાર