અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Let Me Be First કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે તમે જોડાઈ શકો છો

યુવાનોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા સૌથી શક્તિશાળી માધ્યમ છે. અને આ જ કારણથી અમદાવાદની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સોશિયલ મિડિયામાં લેટ મી બી ફસ્ટ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી પોલીસ અને AMCની ઝુંબેશ ચાલી ત્યાં સુધી શહેરીજનોએ ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું. પણ જેવી ડ્રાઈવ બંધ થઈ કે શહેરીજનો જેવા હતા તેવા જ થઇ ગયા. જેને લઈને શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે શહેરીજનોએ જ આગળ આવવું પડશે.

READ  ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એવી ડ્રાઈવ ચલાવી કે છેલ્લા 4 મહિનામાં 3 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી નાખી

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ જ કારણથી શહેરના યુવાનોએ સોશિયલ મીડિયામાં લેટ મી બી ફર્સ્ટ નામનું એક કેમ્પેઈન હાથ ધર્યું છે. જેમાં શહેરીજનો લેટ મી બી ફર્સ્ટ ચેલેન્જ સ્વીકારીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપે છે. આ ચેલેન્જ સ્વીકારનારા યુવાનોના મિત્રો પણ એક બીજાને અનુસરીને ચેલેન્જ સ્વીકારી રહ્યા છે.

 

READ  અમદાવાદ પોલીસ કમિશનરના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, શહેરમાં હજુ પણ ટ્યુશન ક્લાસીસ શરૂ

સોશિયલ મિડિયામાં ચાલી રહેલા આ લેટ મી બી ફર્સ્ટ ચેલેન્જને શહેરના આઈપીએસ અધિકારીએ પણ સ્વીકારી છે. અને આઈપીએસ ડો.વિપુલ અગ્રવાલનું માનવું છે કે શહેરીજનોના દ્વારા શરૂ કરાયેલી આ ચેલેન્જથી શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણી સરળતા રહેશે.

Oops, something went wrong.

 

FB Comments