અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ

ભારતીય જનતાપાર્ટીમાં હાલ સંગઠન પર્વ અંતર્ગત નવા સંગઠનની સહરચના ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપમાં પણ નવા શહેર માળખા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતમાં અમદાવાદ શહેર ભાજપના વર્તમાન પ્રમુખ જગદીશ પંચાલ સામે કાર્યકરો દ્વારા લવખવામાં આવેલ નનામી પત્ર હાલ શહેર ભાજપમાં ચર્ચાનો વિષય રહ્યો છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને લખેલા આ નનામી પત્રમાં શહેર ભાજપના કાર્યતા દ્વારા જગદીશ પંચાલ પર અનેક પ્રકારના આરોપ લગાવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રદેશ ભાજપમાં હાલ સંગઠન પર્વ અંર્ગત સંગઠનની સાહસરચા ચાલી રહી છે.ત્યારે અમદાવાદ શહેર ભાજપમાં પણ સંગઠનની સહરચનાને લઈ ખુબ ચર્ચા ચાલી રહી છે. તેવામાં શહેર ભાજપના એક કાર્યકર્તા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલો એક નનામી પત્રએ શહેર ભાજપના રાજકારણમાં ગરમાઓ લાવી દીધો છે. જો આ પત્રના શબ્દોની વાત કરવામાં આવે તો શહેરના કાર્યકર દ્વારા લખ્યું કે

માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ – ગુજરાતની કેટલીક હકીકતો

પોતાના કાળા કામોને ઢાંકવા હાલ માં શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી મનુભાઈ કાથરોટિયા વોર્ડના અમારા જેવા લોકોને બોલાવી જ્ઞાતિ સમીકરણો મંગાવે છે અને મતદાન ન થવાના કારણો પૂછી દોષનો ટોપલો જ્ઞાતિ અને કાર્યકર્તા ઉપર નાખવા માંગે છે. 

અમરાઈવાડીના બાય ઇલેક્શનની સાચી માહિતી

સૌથી વધારે ચિંતા ઉપજાવે તેવી પાર્ટીની સ્થિતિ અમદાવાદની

અમરાઈવાડી કે જેમાં પાટીદાર આંદોલન સમયે પણ કોર્પોરેશને 2015 અને વિધાનસભા 2017ની ચુંટણીમાં ભાજપ ખુબ સરસાઈથી જીત્યું.  હસમુખભાઈ પટેલ  57000 મતોથી જીત્યા. 

2019 લોકસભામાં આજ વિધાનસભામાંથી 90000  મતોની લીડ ડો કિરીટ સોલંકીને મળી હતી પરંતુ હાલમાં ભાજપમાં સૌથી વધારે જૂથવાદ શહેર ભાજપમાં છે. 

શહેર પ્રમુખ અને મહામંત્રી ટિકિટ ફાયનલ કરી નાખી હતી, સાંસદ પોતાના માણસને ટીકીટ આપવા માંગતા હતા. 

અચાનક જગદીશ પટેલને ટીકીટ મળતા સૌ કોઈનાંપેટ માં તેલ રેડાયું. 

જગદીશ પટેલને કેવી રીતે હરાવવા તેની યોજના પ્રમુખ દ્વારા બની ગઈ હતી

પોતાના મળતીયાઓ કોઈ અમરાઈવાડીમાં વધારે કામ કરે તો ફોટો પાડી શહેર પ્રમુખને મોકલવાની ધમકી આપવામાં આવતી હતી. 

કોઈ સોસાયટીમાં કે બુથોમાં મતદાનનું આયોજન ઈરાદાપૂર્વક ન કરાયું અને માત્ર બીજી દિશામાં જ કામ કર્યું. 

જગદીશ પટેલ મોટો થાય તો પૂર્વમાં પોતાને નડી શકે તે માટે શહેર અધ્યક્ષ -શહેરના એક મહામંત્રી તથા ધારાસભ્ય સુરેશ પટેલની ટીમ બની

પ્રભારી આઇ કે જાડેજાના જગદીશ પટેલના સંબંધો પણ સારા ન હોવાના કારણે પ્રભારીએ પણ આ ગેંગને ખુબ સપોર્ટ આપ્યો.

જગદીશ પટેલ હારે તો ઘણું બધું થાય તેમ હતું.

પૂર્વમાં કોઈ મજબૂત હરીફ ન રહે, ભવિષ્યમાં નડે નહિ.

હમણાં ચૂંટાયેલા સાંસદ પર દોષનો ટોપલો ધોળી દેવાય.

 

READ  લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૌથી અનોખું ચૂંટણી પ્રચાર અભિયાન, 'લગ્નોનું રાજનીતિકરણ', હવે અમદાવાદના એક કપલે મોદીના પ્રચાર માટે છપાવી સૌથી અનોખી કંકોત્રી

આઇ કે જાડેજાથી પ્રદીપસિંહ જાડેજાનું વધતું વજન સહન થતું નથી અને પૂર્વમાં શહેર અધ્યક્ષને પણ ખૂંચે છે તેથી તેમની ઈમેજને પણ નુકસાન કરી ઘણું બધું પર પાડવા ગેંગે તેયારી કરી હતી. 

પટેલો -પટેલો વચ્ચે ઝઘડો કરાવી નુકસાન કરવા એક પટેલ કાર્યકરને કોઈ વાંક ગુના વગર સસ્પેન્ડ કરી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું

કોંગ્રેસના ઉમેદવાર પણ ભાજપના કાર્યકર્તા હતા પરંતુ ૩ વરસ પહેલા શહેર પ્રમુખ જગદીશ પંચાલે તેમનું અને પટેલ સમાજનું જાહેરમાં અપમાન કરતા છંછેડાયી કોંગ્રેસમાં ગયેલા. 

આ વાત અને વીડીયો મુખ્યમંત્રી સુધી પહોચ્યા હતા પણ મુખ્યમંત્રી સાહેબના આશીર્વાદ જગદીશ પંચાલને હતા. 

મતદાનનો દિવસની વ્યસ્થા કોંગ્રેસની પણ આટલી નબળી ન હોય તેવી હતી.  સુરેશ પટેલે જ્યાં 100માંથી 90 મતો ભાજપને મળે છે ત્યાં પોતાના વિસ્તારમાં ગેર માર્ગે દોરી વધારે મતદાન કરવાની ના પાડી હતી જે અન્ય વોર્ડના કામ કરતા કાર્યકરો પાસેથી જાણવા મળ્યું. 

મતદારોને લાવવા લઈ જવાની કોઈ વ્યસ્થા જ ના કરી , સારા બુથોમાં તો બપોરે 4  વાગ્યા સુધી રીક્ષાની વ્યવસ્થા ન કરવામાં આવી. 

કાર્યકર્તા પોતાના વિસ્તારમાં અને સોસાયટીના દરવાજે લગાવવા બેનરો માટે ખુબ લાઈન લગાવી પણ ના જ આપવામાં આવ્યા. બેનરોથી ચૂંટણી ના  જીતાય  તેવા જવાબ મહામંત્રી કમલેશ પટેલે આપ્યા. 

શહેર ભાજપના કાર્યકર્તા દ્વારા લખવામાં આવેલ આ પત્રમાં શહેરના જૂથવાદના પરિણામે અમરાઈવાડી બેઠક પરની પેટા ચૂંટણીમાં જે જૂથવાદ થયો તેના આક્ષેપ લગાવામાં આવ્યા છે. ભાજપના અનુશાસનના કારણે કાર્યકર્તા પ્રદેશ અને શહેર નેતાઓને આ વાત સીધી રીતે કહી નથી શકતા એટલા માટે જ આ પ્રકારના પત્રો લખી પોતાની વ્યથા ઠાલવે છે તો બીજી તરફ શહેર પ્રભારી દ્વારા પણ આ પત્રની ગંભીર નોંધ લેવામાં આવી છે.

READ  સિરિયલ 'શક્તિ - અસ્તિત્વ કે અહેસાસ કી'માં સૌમ્યાના જીવનમાં આવ્યો વધુ એક TWIST, જુઓ VIDEO

આ પણ વાંચો:   VIDEO: જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમા કંપનીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મામલે શહેર ભાજપ પ્રભારી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ક્યારેક કોઈ વ્યક્તિ – કોઈ કાર્યકર્તાએ નારાજ હોય પરંતુ જાહેરમાં કે પાર્ટી પાસે વાત કરવાની હિંમત ન કરતા હોય ત્યારે આવા નનામા પત્રો ચાલતા હોય છે. અમરાઈવાડી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જીત બતાવે છે કે ભારતીય જનતાપાર્ટીએ એકજુટ સાથે બધા જ લોકો એ સાથે મળીને મહેનત કરી છે. સમગ્ર અમરાઈવાડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. છતાં અમારા મતોની ટકાવારીમાં ખુબ મોટો ઘટાડો થયો છે તેનું અમે બુથ સુધીનું આકલન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે તે જીતે તો પણ તેનું આંકલન કરે છે અને હારે તો પણ તેનું આકલન કરે છે અમે અમારી જીતનું પણ આંકલન કર્યું છે કે ક્યાં શું નબળું રહ્યું છે?  વિધાનસભામાં જ્યાં જે કઈ ખૂટતું હશે એ પૂર્ણ કરવાની કાર્યવાહી અમે સંગઠન દ્વારા હાથ ધરીશું.

READ  અમદાવાદની તમામ કોવિડ હોસ્પિટલો ફુલ, છેલ્લા 3 દિવસમાં 200 દર્દીને વડોદરા અને રાજકોટ ખસેડાયા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પત્રના લીધે ભાજપના શહેર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પત્ર સીધો પ્રધામંત્રીને લખવામાં આવ્યો હોવાથી નેતાઓ પણ ધ્યાને લઈ રહ્યાં છે. અમરાઈવાડી વિસ્તારમાં ​એ હકીકત છે કે મતદાન ઘણું ઓછું થયું હતું અને તેમાં ભાજપે જીત મેળવી છે. આમ આ પત્રમાં કરવામાં આવેલાં ખૂલાસાને પણ નેતાઓ અવગણી શકે તેમ નથી અને તેના લીધે આ લેટર એક બોમ્બની જેમ શહેરના રાજકારણમાં પડ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ પત્ર ભારે વાઈરલ થયો છે.

 

 

Oops, something went wrong.
FB Comments