દેશના પ્રધાનમંત્રી મોદીનું પોતાનું ઘર એટલે ગુજરાતમાંજ સરકારી કર્મચારીઓ ઉડાવી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના ધજાગરા

LG hospital throws norms to winds, dump bio-medical waste in the open,
LG hospital throws norms to winds, dump bio-medical waste in the open,

એક તરફ કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તો બીજી તરફ અમદાવાદની એલજી હોસ્પિટલના સત્તાધીશો મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવી રહ્યા છે. દુર્ગંધવાળા મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દેતા આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ અંગે રહીશોએ હોસ્પિટલના સત્તાધીશો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ ફરિયાદ પણ કરી છે પરંતુ મેડિકલ વેસ્ટ ફેંકવાનું ચાલુ રાખતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

READ  News Headlines @ 5 PM : 26-05-2018

જુઓ VIDEO :

સ્થાનિકોનો આરોપ છે કે, વેસ્ટ ઉપાડતી કોર્પોરેશનની વાનને આવવાનો સમય પણ નિશ્ચિત નથી તો વાન મોડી રાત્રે આવતી હોવાથી રહીશો તેના અવાજના કારણે હેરાન થાય છે તો વેસ્ટની દુર્ગંધને કારણે લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. નિયમ પ્રમાણે મેડિકલ વેસ્ટને ખુલ્લામાં રાખવો હાનિકારક છે છતા હોસ્પિટલના સત્તાધીશોને તેની કોઈ જ દરકાર નથી પરંતુ વેસ્ટને રાખવા માટે ઓરડી બનાવવામાં આવશે તેવો એલજી હોસ્પિટલના સુપરીન્ટેન્ડેન્ટે દાવો કર્યો હતો.

READ  સાવધાન ! ગુજરાત હજી પણ સ્વાઇન ફ્લૂના જડબામાં, દેશમાં છેલ્લા 1 વર્ષમાં દેશમાં સૌથી વધુ મોતોની બાબતમાં બીજા નંબરે
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=680]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments