દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે.

 

સુપ્રીમ કોર્ટે એંટી કરપ્શન બ્યૂરો (ACB)ને કેન્દ્રને આધીન રાખવાનો ચુકાદો આપ્યો છે. જોકે રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર (NCR)માં સેવાઓ પર નિયંત્રણ કોની પાસે છે, તેના પર એસસીના બે જજોનો અભિપ્રાય જુદો-જુદો રહ્યો. તેથી એસસીએ એનસીઆરમાં સેવાોના નિયંત્રણ પર પોતાનો ખંડિત ચુકાદો મોટી બેંચ પાસે મોકલી દીધો. જોકે એસસીની બે સભ્યોની બેંચ એસીબી, મહેસુલ, તપાસ પંચ અને લોક અભિયોજકની નિમણુક મુદ્દે સંમત થઈ.

READ  બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે PM મોદી પાસે NDAની તાત્કાલિક બેઠક બોલાવવાની કરી માગણી

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના તે જાહેરનામાને જાળવી રાખ્યું છે કે દિલ્હી સરકારની એસીબી ભ્રષ્ટાચારના કેસોમાં તેના કર્મચારીઓની તપાસ નથી કરી શકતી. એસીબી કેન્દ્રને આધીન રહેશે, કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે તપાસ પંચ નિમણૂક કરવાનો અધિકાર રહેશે. ચુકાદા હેઠળ પબ્લિક પ્રૉસીક્યુટરની નિયુક્તિનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. મહેસુલ પર ઉપ રાજ્યપાલ (LG)ની સંમતિ લેવી પડશે. ઇલેક્ટ્રિસિટી મામલે ડાયરેક્ટરની નિયુક્તિ મુખ્યપ્રધાન (CM) પાસે રહેશે.

READ  VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ

જસ્ટિસ સીકરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે ગ્રેડ 1 અને ગ્રેડ 2ના અધિકારીઓના ટ્રાંસફર તથા પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે, જ્યારે ગ્રેડ 3 અને ગ્રેડ 4ના અધિકારીઓના ટ્રાંસફર તથા પોસ્ટિંગનો મામલો દિલ્હી સરકારને આધીન રહેશે. જો કોઈ મતભેદ થાય, તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેંચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સેવાઓ કેન્દ્ર પાસે રહેશે. આમ બંને જજોનો અભિપ્રાય જુદા-જુદો રહ્યો.

READ  પરીક્ષા પર ચર્ચાઃ PM મોદીએ 18 વર્ષ જૂની ક્રિકેટ મેચને યાદ કરી, કહ્યું કે અનિલ કુંબલેમાંથી આ ગુણ શીખવા જોઈએ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીન સાથે જોડાયેલા મામલાઓ દિલ્હી સરકારના નિયંત્રણમાં રહેશે. તે મુજબ દિલ્હી સરકાર જમીનોના રેટ અને વળતરની રકમ નક્કી કરી શકે છે. દિલ્હી સરકારને રાહત મળી છે કે જમીનોનું સર્કલ સીએમ ઑફિસના કંટ્રોલમાં રહેશે.

[yop_poll id=1407]

Top News Stories Of Gujarat : 18-02-2020| TV9News

FB Comments