વિશ્વ મહિલા દિવસ: લાયન્સ ક્લબે HIVથી પીડિત મહિલાઓ માટે કર્યું અનોખું આયોજન, જુઓ VIDEO

Lions Club organized Baby Shower for HIV-infected women, Ahmedabad

8મી માર્ચ, એટલે કે વિશ્વ મહિલા દિવસ. નારી શક્તિને સમર્પિત આ દિવસે અમદાવાદના લાયન્સ ક્લબે કંઈક અનોખી રીતે જ ઉજવણી કરી. HIV પોઝિટિવ નામ સાંભળતા જ સમાજનો એક ભાગ દૂર ભાગવા લાગે છે. HIVથી પીડિત લોકોને પ્રેમ અને હુંફ આપવાની જગ્યાએ શંકા અને કુશંકાની દ્રષ્ટિઓ સેવવામાં આવે છે.

આ પણ વાંચો: મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા

READ  Meet Heena Rajput, Bold and Beautiful Ramli Ricshawali - Tv9 Gujarati

ત્યારે અમદાવાદના લાયસન્સ ક્લબે HIV પીડિત મહિલાઓ માટે અનોખુ આયોજન કરીને, ખરી રીતે નારી શક્તિને માન-સન્માન આપ્યું. 15 જેટલી ગર્ભવતી મહિલાઓની ગોદ ભરાઈ એટલે કે ખોળો ભરવાની વિધિ કરવામાં આવી હતી. સંસ્થાઓ દ્વારા અલગ અલગ ઉપહાર આપવામાં આવ્યા, તો કોલેજના વિદ્યાર્થીઓએ HIV પીડિત મહિલાઓના આવનારા બાળક માટે ભેટ આપીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદમાં કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

આવનાર બાળક HIV ગ્રસ્ત ના થાય તેની સંસ્થા તરફથી પૂરતી કાળજી અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અનોખા આયોજનથી તમામ મહિલાઓનો ચહેરા પર એક ખુશી જોવા મળી હતી. એક ગર્ભવતી મહિલાએ પોતાની ખુશી અને લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમને તેમના પરિવાર તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે. જેના કારણે તે HIVથી પીડિત હોવા છતાં ખુશી ખુશી જીવન જીવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ

 

FB Comments