ગોરખપુરમાં ગર્જના કરશે ગુજરાતના સિંહ, ઝુ એનીમલ એકસચેન્જ હેઠળ મોકલવાની તૈયારી

ગુજરાત સરકાર ઉત્તરપ્રદેશને સાસણગીર જંગલમાં મોટા થયેલા સિંહને આપવા માટે તૈયારી થઈ ગઈ છે. ગોરખપુરના ઝુમાં જલ્દી જ આ સિંહોની ગર્જના જોવા મળશે.

સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ ગુજરાતના વન વિભાગને 8 એશિયાઈ સિંહને ઉત્તરપ્રદેશને આપવા માટે કહ્યું છે. જૂનાગઢના સક્કરબાગ ઝુના DFOએ જણાવ્યું કે ગુજરાત 2 સિંહ અને 6 સિંહણ ઉત્તરપ્રદેશને આપશે.

 

આ સિંહને ગોરખપુરના નવા ઝુમાં રાખવામાં આવશે. ઝુ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ સિંહનું સ્થળાંતર કરવામાં આવશે. વન્યજીવોના સંરક્ષણ માટે આ રીતે વન્યજીવોને એક થી વધારે સ્થળો પર સંરક્ષિત રાખવામાં આવે છે. પ્રાણી સંગ્રાહલય અને વન વિભાગના અધિકારી સિંહને મધ્યપ્રદેશના રસ્તે અથવા તો હવાઈમાર્ગથી લઈ જવાની સંભાવના છે.

READ  Kar-Natak 2018 : BJP & Congress-JD(S) in a frantic race to form Karnataka Government

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે છેલ્લા ઘણાં દાયકાથી એશિયાઈ સિંહને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય વન વિભાગની ભલામણ છતાં ગુજરાત સરકારે મધ્યપ્રદેશની આબોહવાને એશિયાઈ સિંહને માફક હોવા તથા રાજયમાં વાઘ હોવાના કારણો આપીને સ્થળાંતર રોકી દીધુ હતું. પણ ઉત્તરપ્રદેશને 8 સિંહ પહેલા પણ ગુજરાતે આપ્યા છે. ત્યારબાદ બીજી વખત પણ 8 સિંહ આપવા માટે ગુજરાત સરકાર રાજી થઈ છે.

READ  આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, જાણો ગુજરાતમાં ક્યાં છે વધારે વરસાદની આગાહી?

આ પણ વાંચો: રીક્ષા ડ્રાઈવર અચાનક રહેવા લાગ્યો 1.6 કરોડના બંગલામાં, કારણ જાણીને ઈન્કમટેક્ષ વિભાગ પણ હેરાન

સક્કરબાગ ઝુ દેશનું બીજુ સૌથી જુનુ ઝુ માનવામાં આવે છે. આ દેશ અને રાજ્યમાં બીજા ઝુ અને સફારીને એશિયાઈ સિંહને નોડલ સેન્ટર પૂરૂ પાડે છે. ગુજરાતમાં ગીર વન્યજીવ અભયારણ્ય દુનિયામાં એશિયાઈ સિંહનું એક માત્ર નિવાસ રહ્યું છે. 2015ની ગણતરી મુજબ રાજયમાં લગભગ 523 સિંહ છે. આ સિંહ જૂનાગઢ, ગીર-સોમનાથ, અમેરલી અને ભાવનગર જિલ્લાના વન ક્ષેત્રોમાં હાજર છે.

READ  VIDEO: સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું કૌભાંડ, સરકારી આવાસોમાં મોટાપાયે ગોલમાલ

 

Top 9 National News Of The Day : 24-02-2020 | Tv9GujaratiNews

FB Comments