રાજકોટ: દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, રસ્તા પર દારૂની નદીઓ વહી!

Liquor dens raided in Rajkot, roads turned liquor rivers rajkot deshi daru ni bhathio par police na daroda rasta par daru ni nadio vahi

રાજ્યમાં દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. શહેરના કુબલિયાપરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાયો હતો અને પોલીસે તેનો નાશ કરતા રસ્તા પર દારૂની નદીઓ વહી હતી.

READ  વલસાડઃ કોરોનાની માહિતી છૂપાવતા દર્દી અને 2 ડોકટર સામે આરોગ્ય વિભાગે દાખલ કરી ફરિયાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરાતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. જો કે શહેરમાં મોટી સંખ્યામાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, છતાં કાર્યવાહી કરવામાં નથી આવતી. પરંતુ કચ્છ અને સુરતની ઘટના બાદ ડીજીપીના આદેશથી મોડે મોડે હવે પોલીસની આંખ ઉઘડી છે અને 7 PSI અને એક PI સહિતનો સ્ટાફ દરોડામાં જોડાયો હતો.

READ  અમદાવાદ LG હોસ્પિટલમાં બાળકનું મોત, સ્ટાફની બેદરકારીના કારણે બાળકના મોતનો આક્ષેપ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

FB Comments